સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સંતોષ વ્યક્ત કરતાં રિઝવીએ કહ્યું કે જ્યારે મસ્જિદનુ નિર્માણ થશે ત્યારે બોર્ડ તેમને પણ મદદ કરશે. તેમને કહ્યું કે, અયોધ્યાનુ રામ મંદિર આખી દુનિયામાં હિન્દુસ્તાનના ગૌરવની વાત છે. વસીમ રિઝવી આજે અયોધ્યા જઇને રામજન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ સાથે પણ મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વસીમ રિઝવીએ કહ્યું કે શિયા વક્ફ બોર્ડ પોતાના મકસદમાં સક્સેસ થયુ ગયુ છે. તેમને કહ્યું કે, રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બને, આ જ અમારુ મકસદ હતુ. હવે ચૂકાદાથી નક્કી થઇ ગયુ કે જન્મભૂમિ પર જ ભવ્ય રામ મંદિર બનશે.
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે શું આપ્યો મહત્વનો ચૂકાદો......
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. તે સિવાય કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો હતો. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આ નિર્ણય સર્વસન્મતિથી સંભાળાવ્યો હતો.