Mahakumbh 2025: મહકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે ઓપરેશન 11 ચલાવીને ભીડ વ્યવસ્થાપન વિશેષ યોજના હેઠળ વ્યવસ્થા સંભાળવવામાં આવી રહી છે. આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મેળામાં આવતા લોકોને પાન્ટુન પુલ પર કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌથી મહત્વની વાત એ છે કે ત્રિવેણી ઘાટ પર વધુ પડતા દબાણને રોકવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે, જ્યાં વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની ટીમો સાથે તૈનાત કરવામાં આવશે. આ સાથે બેરિકેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
મહાકુંભમાં વસંત પંચમીના અવસરે સન્યાસી, બૈરાગી અને ઉદાસીનના અખાડાઓ પૂર્વનિર્ધારિત ક્રમમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે, જેમાં પહેલા જૂથે ગંગાના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી દીધી છે. અત્યાર સુધીમાં, ૩૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે અને ઉત્તર પ્રદેશ સરકાર સોમવારે જ લગભગ પાંચ કરોડ શ્રદ્ધાળુઓના આગમનની અપેક્ષા રાખી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસંત પંચમીના અવસર પર યોજાઈ રહેલા ત્રીજા અમૃત સ્નાન નિમિત્તે ભક્તોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, " મહાકુંભ-2025 પ્રયાગરાજમાં વસંત પંચમીના શુભ અવસર પર પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર અમૃત સ્નાન કરીને પુણ્યનો લાભ મેળવનારા પૂજ્ય સંતો, ધર્મચાર્યો, તમામ અખાડાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક અભિનંદન."
એડીજી ભાનુ ભાસ્કર મેળા ઓથોરિટી બિલ્ડિંગમાં સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) પહોંચ્યા જ્યાં તેમણે સ્ક્રીન પર સમગ્ર મેળા વિસ્તાર, મેળાના પ્રવેશ સ્થળોનું નીરિક્ષણ કર્યું અને ઘાટ પરથી ભીડને ખાલી કરવા માટે જાતે જ લાઉડસ્પીકર પર નિર્દેશ આપ્યા હતા.
તેમણે ભક્તોને કહ્યું, “કૃપા કરીને ઘાટ પર સ્નાન કર્યા પછી બિનજરૂરી રીતે બેસો નહીં અને ઘાટ ખાલી કરો જેથી અન્ય ભક્તો સ્નાન કરી શકે. ઘાટ પર ખાવું-પીવું નહીં અને બીજી કોઇ જગ્યાએ જઇને જમશો. ભાનુ ભાસ્કરે સેન્ટરમાં પોલીસ અધિકારીઓને સૂચના આપી કે ભીડ ઘાટ પર ક્યાંય રોકાય નહીં અને સ્નાન કર્યા પછી તેઓ પોતપોતાના સ્થળોએ જવા રવાના થાય.
નવી માર્ગદર્શિકા
4 ફેબ્રુઆરી સુધી મહાકુંભને લઈને એક નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, જેમાં ભક્તોએ 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી શહેરની બહાર પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે. પાર્કિંગથી તેઓ શટલ બસ દ્વારા અથવા પગપાળા ઘાટ સુધી પહોંચી શકશે. નાના અને મોટા વાહનો માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. બધા રેલવે સ્ટેશનો પર વન-વે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જો ભક્તો એક બાજુથી આવે છે તો બહાર નીકળવાનો રસ્તો બીજી બાજુથી હશે.
Vasant Panchami 2025 Upay: વસંત પંચમીના અવસરે આજે કરો આ ઉપાય, દરેક કાર્યમાં મળશે ઝળહળતી સફળતા