નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે કોંગ્રેસને લઇને મોટો દાવો કર્યો છે. બાબા રામદેવે કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ન હતા ઇચ્છતા કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જીવતા રહે.

રામદેવે કહ્યું કે, પી ચિદમ્બરમે કાવતરુ કરીને અમિત શાહને જેલ ભેગા કર્યા હતા. ચિદમ્બરમ નરેન્દ્ર મોદીને ફાંસીએ ચઢાવવા માંગતા હતા. રામદેવે આ દાવો સિમ્બોસિસ યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘઘાટન સમારોહ દરમિયાન કર્યો હતો.



યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં બાબા રામદેવે કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ક્યારેય ન હતા ઇચ્છતા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જીવતા રહે. જેલમાં રહેલા પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ મોદીને ફાંસીએ ચઢાવવા માંગતા હતા. તેમને કહ્યું કે, દેશનો કાયદો તોડવો અને ભગવાનનો કાયદો તોડવો બન્ને ખરાબ છે. જો દેશનો કાયદો તોડશો તો ચિદમ્બરમ જેવા હાલ થઇ જશે.