Baba Siddique Shot Dead:  અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીને રવિવારે રાત્રે 8:30 વાગ્યે મરીન લાઇનના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. જેમાં રાજકારણ અને બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પણ પહોંચશે. બાબા સિદ્દીકીના ઘરની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે ગોળી મારી દેવામાં આવી હતી. તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી ત્રણ ગોળીઓ તેમને વાગી હતી. આ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગોળી તેમના પેટ અને છાતીમાં લાગી હતી. ડોક્ટરોએ કહ્યું કે તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. 


આ પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકાર પરિષદમાં બાબા સિદ્દીકીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બાબા સિદ્દીકી ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. 


બે આરોપીની ધરપકડ


પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં એક હરિયાણાનો અને બીજો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવાય છે. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે. આ બાબતની તપાસ કોન્ટ્રાક કિલિંગના એંગલથી કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે ફાયરિંગ માટે હુમલાખોરોને કોઈએ પૈસા આપ્યા હતા. જે બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.


બાબા સિદ્દીકી લગભગ 48 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા. આ પછી તેઓ NCPમાં જોડાયા. કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, "હું એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની એક મહત્વપૂર્ણ સફર રહી છે. આજે હું રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. 


કુર્લા વિસ્તારમાં ભાડેથી ઘર લીધું હતું


પૂછપરછ દરમિયાન શૂટરોએ એ પણ જણાવ્યું કે એક મહિના પહેલા (2 સપ્ટેમ્બરે) શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડેથી એક ઘર લીધું હતું. આ માટે દર મહિને 14 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું. 


Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન