Baba Siddique Shot Dead: મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસ અને પૂછપરછમાં આવા અનેક રહસ્યો સામે આવી રહ્યા છે, જે જાણીને નવાઈ લાગશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી લગભગ પુષ્ટિ થઈ ગઈ છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે તેઓ પંજાબની જેલમાં કેદ હતા, જ્યારે તેઓ બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા.


આ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી પંજાબની જેલમાં એકસાથે કેદ હતા. ત્યાં શૂટરોની ઓળખ પહેલાથી જ જેલમાં બંધ બિશ્નોઈ ગેંગના સભ્યોમાંથી થઈ હતી. જેના કારણે ત્રણેય આરોપીઓ બિશ્નોઈ ગેંગમાં જોડાયા હતા. આ પછી આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી મળી હતી.


મકાન 14 હજાર રૂપિયામાં ભાડે લીધું હતું
હત્યા બાદ શૂટર્સ 50,000 રૂપિયાની વહેંચણી કરવા જઈ રહ્યા હતા, પરંતુ મુંબઈ પોલીસે તેઓને પહેલા જ પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન શૂટરોએ એ પણ જણાવ્યું કે એક મહિના પહેલા (2 સપ્ટેમ્બરે) શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડેથી એક ઘર લીધું હતું. આ માટે દર મહિને 14 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું.


 






સલમાન ખાન ફાયરિંગ કેસમાં પણ આવો જ પ્લાન હતો
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પણ આવી જ રીતે ભાડાના મકાનમાં રહીને રેકી કરતા હતા અને પછી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ કેસની તપાસને આગળ ધપાવીને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો ઉજ્જૈન (મધ્યપ્રદેશ), દિલ્હી અને હરિયાણા જવા રવાના થઈ ગઈ છે.


 






મુંબઈ પોલીસે પકડેલા બે આરોપીઓની ઓળખ જાહેર કરી છે

 

મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ હરિયાણાના વતની કરનૈલ સિંહ અને ઉત્તર પ્રદેશના વતની ધરમરાજ કશ્યપ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકી પર હુમલો કરતા પહેલા ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થોડીવાર તેની રાહ જોતા હતા. પોલીસને શંકા છે કે આરોપીઓ અન્ય કોઈ પાસેથી અંદરની માહિતી મેળવી રહ્યા હતા, જે તેમને માર્ગદર્શન આપી રહ્યા હતા. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી હુમલા સાથે જોડાયેલા તમામ પાસાઓ બહાર આવી શકે.

આ પણ વાંચો...


Baba Siddiqui Murder: તો શું સલમાનના કારણે થઈ બાબા સિદ્દીકીની હત્યા? આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો