અયોધ્યાઃ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ આ મામલે સુનાવણી કરી રહેલી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટને તમામ આરોપીને છોડી મુકવાનો આગ્રહ કર્યો છે. સીબીઆઈની કોર્ટ 30 સપ્ટેમ્બરે આ મામલે ફેંસલો સંભળાવશે. આરોપીમાં લાલકૃષ્ણ અડવાણી, ડો. મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને વિનય કટિયાર જેવા દિગ્ગજ સામેલ છે.
અંસારીએ કહ્યું, સુપ્રીમ કોર્ટ પહેલા જ વિવાદ પર ફેંસલો આપી ચુક્યુ છે અને મંદિર નિર્માણની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બાબરી ધ્વંશ મામલાના અનેક આરોપીઓ હાલ જીવતા નથી અને જે લોકો છે તે ઘણા વૃદ્ધ થઈ ગયા છે. હું ઈચ્છું કે મામલાને હવે ખતમ કરીને બંધ કરી દેવામાં આવે.
ડિસેમ્બર 1992ના રોજ વિવાદીત ઢાંચાને તોડી પાડવા મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન , પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રિય મંત્રી મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, ભાજપ નેતા વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત કુલ 32 આરોપી છે. આ અગાઉ તમામ આરોપીઓની સુનાવણી દરમિયાન ઓનલાઇન કોર્ટમાં રજૂ કરાયા હતા.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કેસ સંબંધિત સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો જેથી વિશેષ કોર્ટનો પુરો પ્રયાસ છે કે આ સમયસીમા સુધી કેસનો ચુકાદો આપી દેવામાં આવે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ