- Home
-
સમાચાર
-
દેશ
Babri Masjid Demolition Case Verdict Live Updates: આડવાણી-જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપી નિર્દોષ
Babri Masjid Demolition Case Verdict Live Updates: આડવાણી-જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપી નિર્દોષ
આ આરોપીઓમાંથી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બાકી બચેલા 32 મુખ્ય આરોપીઓ પર આજે નિર્ણય આવશે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
30 Sep 2020 12:31 PM
કોર્ટે આડવાણી-જોશી અને ઉમા ભારતી સહિત 32 આરોપી નિર્દોષ જાહેર કર્યા.
આ કેસમાં કુલ 49 આરોપી હતા, જેમાંથી 17 આરોપીઓા મોત થયા હતા. એવામાં કોર્ટે બાકીના 32 આરોપીને લઈને પોતાનો ચુકાદો આપ્યો.
બાબરી ધ્વસ્ત કેસમાં ચુકાદો વાંચવાનું શરૂ. જજ એસકે યાદવે કહ્યું કે, વિવાદિત માળખું તોડી પાડવાની ઘટના પૂર્વ આયોજિત ન હતી. આ ઘટના અચાનક થઈ હતી.
કોર્ટરૂમમાં લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, સતીશ પ્રધાન, મહંત ગોપાલદાસ અને ઉમા ભારતી હાજર નહીં રહે. આ બધા લોકો પોત પોતાના કારણોસર ગેરહાજર છે. કહેવાય છે કે, આ બધા લોકોની વીડિયો કોન્ફરસિંગ દ્વારા હાજર રહી શકે છે.
કોર્ટરૂમમાં લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, સતીશ પ્રધાન, મહંત ગોપાલદાસ અને ઉમા ભારતી હાજર નહીં રહે. આ બધા લોકો પોત પોતાના કારણોસર ગેરહાજર છે. કહેવાય છે કે, આ બધા લોકોની વીડિયો કોન્ફરસિંગ દ્વારા હાજર રહી શકે છે.
કોર્ટરૂમમાં માત્ર આરોપી અને વકીલ જ રહેશે. કોર્ટરૂમમાં 26 આરોપીઓની હાજરી થઈ ગઈ છે. આડવાણી, મુરલી મનોહર જોશી અને ઉના ભારતી સહિત 6 આરોપી કોર્ટમાં ગેરહાજર છે.
કોર્ટરૂમમાં જજે આરોપીઓની જાણકારી માગી. આરોપીઓના વકીલે હાજર આરોપીઓ અને ગેરહાજર આરોપીઓની જાણકારી જજ એસકે યાદવને આપી દીધી છે.
કોર્ટ રૂમમાં અત્યાર તમામ 36 આરોપી આવી ગયા છે. કોર્ટરૂમમાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજ પણ હાજર છે. થોડી જ વારમાં જજ એસકે યાદવ પોતાનો ચુકાદો આપશે.
સાધ્વી ઋતમ્ભરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા છે. જજ એસકે યાદવ સવારે 11 કલાકે કોર્ટ પહોંચશે અને ત્યાર બાદ કાર્રવાઈ શરૂ થશે. ચુકાદો 11થી બપોરે 1 કલાકની વચ્ચે ક્યારેય પણ આવી શકે છે.
ચુકાદાને જોતા સીબીઆઈ કોર્ટની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચુકાદાને જોતા સીબીઆઈ કોર્ટની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ અયોધ્યાના બાબરી વિધ્વંસ મામલામાં CBIની સ્પેશલ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલદાસ, ચંપત રાય અને સાધ્વી ઋતુંભરા સહિતના કુલ 49 લોકો પર આરોપ છે.
જો કે આ આરોપીઓમાંથી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બાકી બચેલા 32 મુખ્ય આરોપીઓ પર આજે નિર્ણય આવશે. CBI કોર્ટ નક્કી કરશે કે 6 ડિસેંબર 1992એ અયોધ્યામાં વિવાદિત માળખુ ષડયંત્રપૂર્વક ધ્વસ્ત કર્યું હતું કે કારસેવકોએ ગુસ્સામાં તોડ્યું હતું.
કોર્ટે દરેક આરોપીઓને નિર્ણયના દિવસે વ્યક્તિગત રીતે રજૂ થવાનું કહ્યું છે. જોકે કોરોનાના કારણે ઉંમરલાયક અને બીમાર આરોપીઓને વ્યક્તિગત રજૂ થવાથી છૂટ મળવાની સંભાવના છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી 351 સાક્ષીઓ અને અંદાજે 600 દસ્તાવેજ રજૂ કરાઈ ચૂક્યા છે.