Bageshwar Dham: છત્તીસગઢ (Chhattisgarh)ના રાયપુર (Raipur)માં આજકાલ બાગેશ્વર ધામ સરકારની કથા ચાલી રહી છે. અંધવિશ્વાસ ફેલાવવા અને કથિત ચમત્કારને લઇને વિવાદોમાં ઘેરાયેલા બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ચર્ચામા છે.
કેટલાક લોકો તેની નિંદા કરી રહ્યાં છે, તો કેટલાક લોકો તેમનુ ખુલ્લા સમર્થન કરી રહ્યાં છે. ધર્માન્તરણ (Religious Conversion) નો મુદ્દો પણ ગરમાયેલો છે, કાલે એટલે કે શનિવારે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં એક મુસ્લિમ મહિલા બાબાનો ચમત્કાર જોઇને દંગ રહી ગઇ. સૌથી ચોંકાવનારી વાત તો એ રહી કે જ્યારે આ મુસ્લિમ મહિલાએ મંચ પરથી જ હિન્દુ ધર્મને અપનાવવાની જાહેરાત કરી, સુલ્તાના બેગમે લાખોની ભીડમાં મંચ પરથી હિન્દુ ધર્મ અપનાવ્યો.
સનાતન ધર્મીન પ્રસંશા કરી -
આ મહિલાએ ખુલ્લેઆમ એલાન કરી દીધુ કે તે હિન્દુ ધર્મનો સ્વીકાર કરશે. મહિલાએ સનાતન ધર્મને સૌથી સારો ગણાવ્યો. આ મહિલાનું નામ સુલ્તાના છે. છત્તીસગઢના બિલાસપુરની રહેનારી આ મહિલા બાબાના ચમત્કારથી એટલી પ્રભાવિત થઇ ગઇ કે તેને સનાતન ધર્મની જોરદાર પ્રસંશા કરી. તેને સનાતન ધર્મને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યો, તેને કહ્યું કે,- આમાં ભાઇ બહેનના લગ્ન નથી થતાં. તેને કહ્યું કે, આ ધર્મ એટલા માટે શ્રેષ્ઠ છે કેમ કે અહીં તલાક બોલવાથી પતિ -પત્નીનો સંબંધ પુરો નથી થઇ જતો. બાબાના દરબારમાં મહિલાએ અરજી લાગવી હતી. જે પછી તે બહુજ પ્રભાવિત થઇ. તેને કહ્યું કે તે હવે હંમેશા હિન્દુ ધર્મમાં રહેશે.
બાગેશ્વર ધામના બાબાને લઇને હાલમાં વિવાદ થયો છે -
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ મીડિયામાં ચર્ચામાં છે, તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. નાગપુરની એક સંસ્થા, અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના સંસ્થાપકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. વળી, આ તમામ આરોપોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નકારી કાઢ્યા છે
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ. કોઇ પણ મારા શબ્દો અને કાર્યોને કેમેરા પર પડકારી શકે છે..... લાખો લોકો બાગેશ્વર બાલાજીના દરબારમાં આવીને બેસે છે, જે મને પ્રેરિત કરશે, હું લખીશ અને જે લખીશ, તે સત્ય જ હશે. મને પોતાના ભગવાન પર વિશ્વાસ છે
'સનાતન ધર્મનો વિરોધ કરનારા લોકોનો થશે બહિષ્કાર', બાગેશ્વર ધામના પીઠાધીશ્વેર ધીરેન્દ્ર શાસ્ત્રીની ચેતાવણી
Bageshwar Dham Dhirendra Shastri: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ મીડિયામાં ચર્ચામાં છે, તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. નાગપુરની એક સંસ્થા, અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના સંસ્થાપકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. વળી, આ તમામ આરોપોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નકારી કાઢ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ. કોઇ પણ મારા શબ્દો અને કાર્યોને કેમેરા પર પડકારી શકે છે..... લાખો લોકો બાગેશ્વર બાલાજીના દરબારમાં આવીને બેસે છે, જે મને પ્રેરિત કરશે, હું લખીશ અને જે લખીશ, તે સત્ય જ હશે. મને પોતાના ભગવાન પર વિશ્વાસ છે.
ચિઠ્ઠીમાં ભવિષ્ય કેવી રીતે લખે છે બાબા ?
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એક ચિઠ્ઠી પર તેમના ભક્તોનુ ભવિષ્ય પણ બતાવી દે છે. જ્યારે આના પર તેમને સવાલો પુછવામાં આવ્યા તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું - ઇશ્વર, અમારા ગુરુઓની કૃપા અને સનાતન ધર્મના મંત્રીઓની શક્તિથી મે કૌશલ્ય પ્રાપ્ત કર્યુ છે, તમામે આનો અનુભવ કરવો જોઇએ, આ સત્ય સનાતન ધર્મની ઉદઘોષણા છે.
'સનાતન ધર્મની વિરુદ્ધ બોલાનારાઓનું......'
એવુ પુછવ પર કે શું તમારી છબિને ખરાબ કરનારા અને તેમની શક્તિઓ પર સવાલ ઉઠાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. તેમને કહ્યું- તેમને મારી છબી ખરાબ કરી છે, બાગેશ્વર ધામના લાકો તેમને ઉચિત જવાબ આપશે, સનાતન ધર્મની વિરુદ્ધ બોલનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે.
'તેમને સબક શીખવાડવો પડશે'
કથિત ધર્માંતરણ પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું- અમે હિન્દુઓને જન્મના સમયે પ્રાપ્ત ધર્મમાં પાછા લાવવાનું કામ કરી રહ્યાં છીએ, કેટલાક ઉપદ્રવ પેદા કરી રહ્યાં છે, તેમને સબક શીખવાડવો પડશે. જ્યાં સુધી હું જીવીત છું, હું તમામ સનાતની હિન્દુઓને પોતાના ધર્મ તરફ પાછો લઇને આવીશ.