PM Kisan Scheme 13th Instalment: ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો પહોંચી ચૂક્યો છે. હવે તેમને 13મો હપ્તો આવવાનો ઇન્તજાર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે, કોઇપણ અપાત્રના ખાતામાં 13મો હપ્તો કોઇપણ સ્થિતિમાં નહીં પહોંચે. આની આસર 12મો હપ્તો આવતાની સાથે જ જોવા મળી. હવે ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ના આવવાનો ડર છે, કેમ કે કેન્દ્ર સરકાર આશ્વત કરી દીધુ છે કે જે ખેડૂત પાત્ર હશે અને જેનુ અપગ્રેડેશન પુરુ હશે, તેના ખાતામાં જ 13મો હપ્તો પહોંચશે. હપ્તો મેળવવા માટે ખેડૂતોએ આ કામ કરવુ જરૂરી છે.  


આધાર NPCIથી લિન્ક કરો, નહીં તો નહીં મળે 13મો હપ્તો - 
13મો હપ્તોને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધિુ છે કે ખેડૂતોને આધારને NPCI સાથે લિન્ક કરવુ જરૂરી છે. ઉત્તર પ્રદેશના બુંલંદશહેરમાં આને લઇને ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. 


કૃષિ વિભાગના અધિકારીઓ અનુસાર, બુલંદશહેરમાં 2.33 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો રોકાઇ શકે છે. આ ખેડૂતોએ હજુ સુધી આધારને બેન્કના માધ્યમથી નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા ( NPCI) સાથે લિન્ક નથી કરાવ્યુ. આ સંબંધમાં કૃષિ વિભાગ હવે આ માટે ખેડૂતોને જાગૃત કરી રહ્યું છે. શાસને 31 જાન્યુઆરી સુધી તમામ રજીસ્ટર્ડ ખેડૂતોના ઇ-કેવાઇસી અને આધારને બેન્ક તથા NPCI સાથે લિન્ક કરવા માટે કહેવામાં આવ્યુ છે. આંકડા અનુસાર, બુલંદશહેરમાં 3.99 લાખ ખેડૂતોના ખાતામાં 13 મો હપ્તો આવવાનો છે, ખેડૂત તરત જ NPCI કરાવી લે, નહીંતર તેમને 13મો હપ્તો નહીં મળી શકે. 


 


PM Kisan Scheme: પાત્ર હોવા છતાં પણ તમે 2000 રૂપિયાનો લાભ મેળવી શકતા નથી, તો તરત જ કરો આ કામ


PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે. જોકે છ હજાર રૂપિયાની આ રકમ એક સાથે આપવામાં આવતી નથી. તે વર્ષમાં ત્રણ હપ્તાઓ દ્વારા આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે.


કેન્દ્ર સરકાર નવા વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે 13મો હપ્તો જાહેર કરી શકે છે. આ હપ્તો તે ખેડૂતોને આપવામાં આવશે જેનું નામ યાદીમાં છે. આ સાથે તેણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો તમે e KYC પણ કર્યું નથી તો તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. જો કે, જો તમે પાત્ર છો અને તમને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી, તો અમે તમને જણાવીશું કે તમારે શું કરવું જોઈએ.


લાયક હોવા છતાં તમને લાભો કેમ નથી મળતો?


ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂત આ યોજના હેઠળ પાત્ર છે પરંતુ તેને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ તેમના ખાતામાં પૈસા નથી આવી રહ્યા. આ સ્થિતિમાં તમારે તમારી અરજી તપાસવી જોઈએ અને તેમાં બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર તપાસો. જો કંઈક ખોટું હોય તો તેને સુધારવું જોઇએ.


અરજી સાચી હોય તો શું કરવું?


જો અરજી સાચી હોય અને તમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભો ન મળી રહ્યા હોય તો તમારે PM કિસાનના સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરવો જોઈએ. તમે હેલ્પલાઇન નંબર 155261, 1800115566 અથવા 011-23381092 પર પણ કૉલ કરી શકો છો.


તમને PM કિસાન યોજના હેઠળ હપ્તો મળશે કે નહીં તે જાણવા માટે તમે PM કિસાન યોજના હેઠળ તમારી સ્ટેટ્સ પણ ચકાસી શકો છો. સ્થિતિ તપાસવા માટે તમે Farmers Corners સેક્શન પર જાવ. પછી Beneficiary Status પર ક્લિક કરો. હવે રજિસ્ટર્ડ નંબર અથવા ખેડૂત એકાઉન્ટ નંબર દાખલ કરો. હવે Get Data પર ક્લિક કરો, ત્યારબાદ તમારું સ્ટેટસ ખુલશે.