ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મંગળવારે AIIMS ભૂવનેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના HOD પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. કોલેજ વહીવટીતંત્ર દ્ધારા કાર્યવાહી ન થવાથી હતાશ થઈને વિદ્યાર્થીનીએ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી. તેણીને પહેલા બાલાસોર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં 12 જૂલાઈના રોજ તેણીની હાલત ગંભીર બનતાં તેણીને AIIMS ભૂવનેશ્વર રિફર કરવામાં આવી હતી.
ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મંગળવારે AIIMS ભૂવનેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીનીએ આ મહિનાની શરૂઆતમાં તેના HOD પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. કોલેજ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ન થવાથી હતાશ થઈને વિદ્યાર્થીનીએ કેમ્પસમાં પોતાને આગ લગાવી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી. તેણીને પહેલા બાલાસોર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં 12 જૂલાઈના રોજ તેણીની હાલત ગંભીર બનતાં તેણીને AIIMS ભૂવનેશ્વર રિફર કરવામાં આવી હતી.
ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીએ વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી માઝીએ ટ્વિટર પર લખ્યું હતું કે, "ફકીર મોહન ઓટોનોમસ કોલેજના વિદ્યાર્થીના મૃત્યુના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. સરકાર અને તબીબી નિષ્ણાતોની ટીમના તમામ પ્રયાસો છતાં વિદ્યાર્થીનો જીવ બચાવી શકાયો નહીં. હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે તે તેના પરિવારને આ ક્ષતિને સહન કરવાની શક્તિ આપે."
ઓડિશાના મુખ્યમંત્રીએ કાર્યવાહી વિશે શું કહ્યું?
સીએમ માઝીએ કાર્યવાહીને લઇને કહ્યું હતું કે "હું વિદ્યાર્થીનીના પરિવારને ખાતરી આપવા માંગુ છું કે આ કેસમાં તમામ દોષિતોને કાયદા અનુસાર કડક સજા આપવામાં આવશે. મેં આ સંદર્ભમાં અધિકારીઓને કડક સૂચના આપી છે. સરકાર પરિવાર સાથે સંપૂર્ણપણે ઉભી છે."
શું છે આખો મામલો?
વિદ્યાર્થીએ કોલેજના ગેટ સામે પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી હતી જેના કારણે તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. તે ઇન્ટિગ્રેટેડ બી.એડ.ની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. આત્મદાહનો પ્રયાસ કરતા પહેલા વિદ્યાર્થીનીએ કોલેજ કેમ્પસ પાસે ધરણા કર્યા હતા અને બી.એડ. પ્રોફેસર સમીર કુમાર સાહુ પર જાતીય સતામણીનો આરોપ લગાવીને કાર્યવાહીની માંગ કરી હતી.
કોર્ટે પ્રિન્સિપાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા
ઘટના પછી તરત જ ઓડિશા ઉચ્ચ શિક્ષણ વિભાગે કોલેજના પ્રિન્સિપાલ દિલીપ કુમાર ઘોષ અને સહાયક પ્રોફેસર સમીર સાહુને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. પોલીસે પહેલા સમીર સાહુ અને હવે દિલીપ કુમાર ઘોષની ધરપકડ કરી હતી. હવે સસ્પેન્ડ કરાયેલા પ્રિન્સિપાલ દિલીપ ઘોષને એસડીજેએમ કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.