Congress On PM Modi: કોંગ્રેસે કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા પવન ખેડાએ દાવો કર્યો છે કે 58 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પવન ખેડાનું કહેવું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તે આદેશ પાછો ખેંચી લીધો છે.






કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે. તેમણે પોતાના દાવાની સાથે સરકારી આદેશનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં દેખાતો ઓર્ડર 9 જુલાઈ, 2024નો છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સંબંધિત છે.


સરકારે 1966માં પ્રતિબંધ લગાવ્યો હતો


આ પત્રમાં જાહેર કરાયેલા નિર્દેશોમાં 30 નવેમ્બર 1966ના રોજ જાહેર કરાયેલા આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂચનામાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત સૂચનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને 30 નવેમ્બર 1966ના રોજ લાગુ કરાયેલી સૂચનાઓમાંથી RSSનો ઉલ્લેખ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.






મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.


કોંગ્રેસના નેતા પવન ખેડા પછી કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આરએસએસ પર અગાઉની સરકારોની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે સરદાર પટેલે મહાત્મા ગાંધીની હત્યા બાદ ફેબ્રુઆરી 1948માં RSS પર પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં સારા વ્યવહારના દાવા બાદ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી.


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું કે 1966માં વધુ એક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની ભાગીદારી સાથે સંબંધિત હતો. જો કે હવે 4 જૂન 2024 પછી વડાપ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધો બગડી ગયા છે. આવી સ્થિતિમાં 9 જૂલાઈ, 2024ના રોજ 58 વર્ષ બાદ એ પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પણ હતો.