ગાંધીનગર: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના વધુ એક રાજ્ય આંધ્ર પ્રદેશમાં શ્વેતક્રાંતિના શ્રીગણેશ કર્યા છે. આંધ્ર પ્રદેશ સરકાર અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સાથ સહકારથી બનાસ ડેરીએ ટૂંકાગાળામાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમની નજીક અચ્ચુતાપુરમ્ ખાતે પેકેજીંગ પ્લાન્ટની શરૂઆત કરી. આવનારા સમયમાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ્, શ્રી કાકુલમ્, વિજયાનગરમ્, કાકીનાડા, કોનાસીમા, અનકાપલ્લી એમ 6 જિલ્લામાં અમુલ બનાસના ઉત્પાદન શરૂ થશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,323 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા છે, એક્ટિવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા છે.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,996 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,348 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,94,801 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,12,96,720 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,32,383 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી
દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.
રસીકરણ પર મૂક્યો ભાર
ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.