નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે પંજાબના મહાન સપૂત બંદાસિંહ બહાદૂરની 300મીં પૂણ્યતિથિ પર દિલ્લીમાં એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધન પણ ક્રર્યું હતું. આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પણ ઉપસ્થિત હતા.


કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું હતુંમ કે, બંદાસિંહ બહાદૂર ગુરુ-શિષ્ય પરંપરાના પ્રતિક છે. તેમણે કહ્યું હતું કે, બંદા બહાદૂર ટાગોરની પ્રેરણા બન્યા હતા. બંદા બહાદૂરે લોકોને જોડીને સૈનિકની શક્તિ બનાવી હતી.

આ પહેલા ગયા મહિના કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ બંદાસિંહ બહાદૂરની 300મીં પૂણ્યતિથિના ઉપલક્ષ્યમાં ચાંદીની એક સ્મારક સિક્કા બહાર બાડ્યા હતા. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત આપીને બારાપુલ ફ્લાયઓવરનું નામ બંદાસિંહ બહાદૂર નામ પર રાખવા માટે જણાવ્યું હતું. અહીં સ્મારક અને સ્મરણોત્સવ એટલા માટે થઇ રહ્યા છે કેમ કે, આવતા વર્ષે પંજાબમાં ચુંટણી યોજાવીની છે.

બંદા સિંહ બહાદૂરનો જન્મ 1670 રાજોરીમાં થયો હતો. તે ઘણી નાની ઉમરમાં ગુરુ ગોવિંદ સિંહના શિષ્ય બની ગયા હતા.અને મુગલ સામ્રાજ્યનો સામનો કરવા માટે સૈના બનાવી હતી.