રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું છે?
રાહુલ ગાંધીએ આજે આઈએમએફ તરફથી બહાર પાડવામાં આવેલ પ્રતિ વ્યક્તિ જીડીપીના આંકડાને ટ્વીટ કર્યા છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ નિશાન સાધતા કહ્યું કે, ‘ભાજપનો નફરતભર્યા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની 6 વર્ષની ઉપલબ્ધિ. બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળવા તૈયાર છે.’
શું છે આઈએમએફનો અંદાજ?
જણાવીએ કે, આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડે અંદાજ વ્યક્ત કર્યો છે કે બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી 2020માં ચાર ટકાના દરે વધતા 1877 ડોલરના લેવલ પર છે. જ્યારે ભારતમાં પ્રતિ વ્યક્તિ જીડીપી બાંગ્લાદેશ કરતાં માત્ર 11 ડોલર વધારે એટલે કે 1888 ડોલર છે. જ્યારે ભારતના પાડોશી નેપાળની પ્રતિ વ્યક્તિ જીડીપી 1116 ડોલર છે.