Bank Holiday Next Week:ડિસેમ્બરમાં નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા સહિત અનેક સ્પેશિયલ ડેના કારણે બેંકો બંધ રહેશે. આવતા અઠવાડિયાની વાત કરીએ તો, 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાર દિવસ બેંકો બંધ રહેશે. ચાલો જોઈએ કે આવતા અઠવાડિયે કયા દિવસો બેંકો બંધ રહેશે જેથી આપણે તે મુજબ  બેંકિંગ કામનું પ્લાનિંગ કરી શકીએ. શકીએ.

Continues below advertisement

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની રજાઓની યાદી મુજબ, દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. આ સમય દરમિયાન બેંકો દેશભરમાં બંધ રહે છે. વધુમાં, પ્રાદેશિક અને સ્થાનિક તહેવારોના આધારે બેંક રજાઓ રાજ્યથી રાજ્યમાં બદલાય છે. આ આવતા અઠવાડિયામાં બેંકો શનિવાર અને રવિવાર સહિત ચાર દિવસ બંધ રહેશે. બે બેંક રજાઓ એવી છે જે રજાએ કેટલાક પ્રદેશમાં હશે જ્યારે કેટલાકમાં નથી હોતી.

9 અને 12 ડિસેમ્બરે ક્યાં રજા રહેશે?મંગળવાર, 9 ડિસેમ્બરે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે. આનો અર્થ એ થયો કે કેરળમાં આ દિવસે બેંકો બંધ રહેશે. 2025 માં સ્થાનિક સરકારી સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને કારણે બેંક રજા જાહેર કરવામાં આવી છે. આ બે સ્થળો ઉપરાંત, દેશના બાકીના ભાગોમાં મંગળવારે બેંકો ખુલ્લી રહેશે. મેઘાલયમાં શુક્રવાર, 12 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. પા તોગન નેંગમિંજા સંગમાની પુણ્યતિથિ નિમિત્તે શિલોંગમાં બેંકો બંધ રહેશે. શુક્રવારે દેશભરમાં બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે.

Continues below advertisement

ડિસેમ્બરમાં 18 રજાઓઆ પછી, 13 સપ્ટેમ્બર, શનિવાર, દેશભરમાં બેંકો બંધ રહેશે, કારણ કે તે મહિનાનો બીજો શનિવાર છે. RBI એ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક રજા ફરજિયાત કરી છે. વધુમાં, રવિવારે પણ બેંકો બંધ રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર 2025 માં 18 બેંક રજાઓની જાહેરાત કરી છે, જેમાંથી ઘણી રાજ્ય પ્રમાણે બદલાય છે. 25 ડિસેમ્બરે નાતાલ માટે બેંકો દેશભરમાં બંધ રહેશે, જ્યારે અન્ય ઘણી રજાઓ ફક્ત અમુક શહેરોમાં જ લાગુ પડશે. જેથી ગ્રાહકોઓ શાખાની મુલાકાત લેતા પહેલા સ્થાનિક હોલિડે લિસ્ટ ચેક કરવી હિતાવહ છે.