દુનિયામાં મા-પુત્રનો સંબંધ સૌથી પવિત્ર સંબંધ પૈકીનો એક ગણાય છે. પરંતુ એક યુવકે સંબંધોનો કલંકિત કરતું કૃત્ય કરીને માતા પર જ દુષ્કર્મ કર્યુ હતું, દિલ્હીથી આવેલા પુત્રએ આરોપી ભાઈનેફટકાર્યો હતો. જે બાદ તેને પોલીસને સોંપી દીધો હતો.


માતાએ દરવાજો ખોલ્યો ને પુત્રએ.......


ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ભમોરા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં એક ગામની મહિલાએ પોલીસને જાણ કરી કે, તેના છ પુત્રો છે. જેમાંથી પાંચ પુત્રો બહારના રાજ્યમાં રહે છે. તેના પુત્રો દિલ્હી, પંજાબ અને હરિયાણામાં મજૂરી કરે છે. જ્યારે ત્રીજા નંબરનો પુત્ર ગામમાં તેની સાથે રહે છે. 10 ઓક્ટોબરની રાત્રે મહિલા ઘરમાં તેના રૂમમાં ઉંઘતી હતી. રાત્રે સાડા અગિયાર વાગ્યે તેનો પુત્ર ઘરે આવ્યો અને ભૂખ લાગ્યાની વાત કહીને જમવાનું માંગ્યું. મહિલાએ જેવો રૂમનો દરવાજો ખોલ્યો કે તરત જ પુત્રએ તેને પકડી લીધી અને હાથ બાંધીને મોઢામાં કપડું ભરાવી દીધું. જે બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું.


માતાને બંધન મુક્ત કરીને કોઈને કહીશ તો મારી નાંખીશ ધમકી આપી


સવારે આરોપી પુત્રેએ માતાને બંધન મુક્ત કરી અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી. આઘાત પામેલી માતા તે સમયે ચુપ રહી. પુત્ર ઘરેથી મજૂરીએ ગયા બાદ તેણે દિલ્હીમાં રહીને મજૂરી કરતાં પુત્રોને ફોનથી ઘટનાની જાણ કરી. જે બાદ બંને પુત્રો આવ્યા અને આરોપી ભાઈને બરાબરનો ફટકાર્યો અને બાદમા પોલીસ સ્ટેશન લઈ જઈને સોંપી દીધો.


ભાભી સાથે પણ કરી હતી અશ્લીલ હરકત


હેવાન પુત્રની કરતૂત સાંભળીને બધા હેરાન છે. એવું પણ કહેવાય છે કે બે દિવસ પહેલા આ યુવકે તેની ભાભી સાથે પણ અશ્લીલ હરકત કરી હતી. જેને લઈ ઝઘડો થયો હતો. જે બાદ ભાઈ-ભાભી દિલ્હી જતા રહ્યા હતા.


આ પણ વાંચોઃ ક્રૂઝ ડ્રગ્સ કેસનું અસલી નિશાન શાહરૂખ ખાન હોઈ શકે છે, જાણો કયા દિગ્ગજ એક્ટરે આપ્યું આ નિવેદન