Accident News: ઉત્તર પ્રદેશમાં બરેલી જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ડીસીએમ વચ્ચેની ટક્કર બાદ સાત લોકોના મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે તમામ મૃતકો એમ્બ્યુલન્સમાં હતા. પરિવારના તમામ સભ્યો એક દર્દીની સારવાર કરાવવા માટે બિસલપુરથી દિલ્હી તરફ આવી રહ્યા હતા, આ ઘટના ફતેગંજ પશ્ચિમના દિલ્હી-બરેલી હાઇવે પર બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સના કુરચા ઉડી ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. યોગી આદિત્યનાથે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.


 બરેલીમાં આ દુર્ઘટના ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની. બરેલી જનપદમાં બનેલી ઘટના પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો. તેમણે ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિની પ્રાર્થના કરીને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ઘાયલોની યોગ્ય સારવાર કરવાના આદેશ પણ આપ્યો છે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના કેસ ઘટ્યા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 2338 નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2706 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે  2828 નવા કેસ નોંધાયા હતા અને 14 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2685 નવા કેસ નોંધાયા હતા અને 33 સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 0.64 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,883 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,630 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,15,574 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,45,19,805 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,33,064 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.