Petrol Pumps in Rajasthan: રાજસ્થાનમાં પેટ્રોલ ડીલરોના વિરોધને કારણે મંગળવારે રાજ્યભરના પેટ્રોલ પંપ ત્રણ કલાક માટે બંધ રહેશે. ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી હતી. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (RPDA)ના આહ્વાન પર  રાજ્યભરમાં લગભગ 6700 પેટ્રોલ પંપ રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ ડીલર ડેપોમાંથી ઈંધણ ખરીદશે નહીં.


આરપીડીએના પ્રમુખ સુનિત બગાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો પેટ્રોલ પંપ ડીલરોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એસોસિએશનની બેઠક બાદ રાષ્ટ્રીય સ્તરે બંધનું એલાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપ ડીલરોની માંગણીઓમાં ડીલર્સ માર્જિનમાં તાત્કાલિક વધારો, રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસમાન ઈંધણના ભાવ અને અગાઉ નક્કી કરાયેલી કિંમતની નીતિ મુજબ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.


રાજસ્થાનના સરહદી જિલ્લાઓ કરતાં પડોશી રાજ્યોમાં ઈંધણની કિંમત ઓછી છે


બગાઈએ કહ્યું કે પડોશી રાજ્યોમાં ઈંધણની કિંમત રાજસ્થાનના સરહદી જિલ્લાઓ કરતા ઘણી ઓછી છે જેના કારણે મોટાભાગના પંપ બંધ થવાના આરે છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના સરહદી જિલ્લાઓની સરખામણીએ પડોશી રાજ્યોમાં ઈંધણ 5 થી 10 રૂપિયા સસ્તું છે.


સમીર વાનખેડેની બદલી, આર્યન ખાન કેસમાં કરી ચૂક્યાં છે તપાસ 


અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંબંધિત ડ્રગ્સ કેસ(Aryan Khan Drugs Case)ની તપાસ કરી રહેલા અધિકારી સમીર વાનખેડેની બદલી કરવામાં આવી છે. આઈઆરએસ અધિકારી સમીર વાનખેડે(Sameer Wankhede) ની ડીજીટીએસ ચેન્નાઈમાં બદલી કરવામાં આવી છે. આ એક બિન-સંવેદનશીલ પોસ્ટ છે.


આ પહેલા કેન્દ્ર સરકારે સમીર વાનખેડે સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તેમની તપાસમાં આર્યન ખાન સહિત 6 લોકોને દોષી ન માન્યા અને તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાનું કહીને છોડી દીધા.


આ મામલામાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ પર આરોપો લગાવવામાં આવ્યા બાદ, NCB હેડક્વાર્ટરએ આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. તેની તપાસ દરમિયાન, આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓની તપાસ કરી હતી જેમાં આર્યન ખાનની ધરપકડ સમયે તેની પાસેથી કોઈ માદક પદાર્થ મળી આવ્યો હતો કે કેમ? શું તેઓ ડ્રગ સિન્ડિકેટનો ભાગ હતા? તેમની ધરપકડ સમયે એનડીપીએસ એક્ટ લાગુ હતો કે નહીં? ધરપકડ સમયે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ?