Bathinda Military Station Firing: ભટિન્ડા મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગના મામલામાં પોલીસે સોમવારે (17 એપ્રિલ) સેનાના એક જવાનને અરેસ્ટ કરી દીધો છે, જોકે, પોલીસે હજુ સુધી ધરપકડની પુષ્ટિ નથી કરી, ભટિન્ડા પોલીસ બપોરે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરવા કરવાની છે. 


પંજાબના ભટિન્ડા મિલિટ્રી સ્ટેશન પર બુધવારે (12 એપ્રિલ) સવારે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં 4 જવાનો શહીદ થયા હતા. પોલીસે બંને માસ્ક પહેરેલા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધી દીધી છે. એવું કહેવાય છે કે હુમલાખોરોના એક હાથમાં રાઈફલ અને બીજા હાથમાં કુહાડી હતી, અને તેમને સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા.


સેનાએ શું કહ્યું ?
ઘટનાને લઇને સેનાએ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, "ભટિંડા મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગની ઘટના દરમિયાન આર્ટિલરી યૂનિટના ચાર જવાનનું ગોળી વાગવાથી મોત થઇ ગયુ હતુ અને અન્ય કોઇપણ જવાનને કોઇપણ જાતની ઇજા કે જાનમાલનું નુકસાન ન હતુ થયુ. હાલમાં આ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે." અને સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. સેનાએ આતંકી હુમલાની ઘટનાને નકારી કાઢી હતી. ભટિંડાના એસએસપી ગુલનીત ખુરુનાએ કહ્યું કે સેના દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કોઈ આતંકી ખતરાની આશંકા નથી.


બે દિવસ પહેલા ગાયબ થઇ હતી રાયફલ
સેનાએ બતાવ્યુ હતુ કે, ફાયરિંગના બે દિવસ એક ઇન્સાસ રાયફલ અને 28 રાઉન્ડ ગોળીઓ સ્ટેશનમાંથી ગુમ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પરથી ઇન્સાસ રાઈફલના 19 ખાલી શેલ મળી આવ્યા હતા. રાયફલ પણ પોલીસે જપ્ત કરી લીધી હતી. પોલીસ ઇન્સાસના સંભવિત ઉપયોગની તપાસ પણ કરી રહી છે.