Central Government Cough Syrup Alert: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં એક મહત્વપૂર્ણ હેલ્થ એડવાઇઝરી જાહેર કરી છે.જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ સંજોગોમાં કફ સિરપ આપવી જોઈએ નહીં. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી 11 બાળકોના મૃત્યુના અહેવાલો પછી આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડી શકે તેવા કોઈ ઝેરી રસાયણો મળ્યા નથી. આનો અર્થ એ થયો કે, બાળકોના મૃત્યુ સીધી દવા સાથે જોડાયેલા નહોતા, પરંતુ આ ચેતવણી બાળકોની સલામતી માટે મહત્વપૂર્ણ છે.
શું ફક્ત બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો જ જોખમમાં છે?
DGHS જણાવે છે કે, સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ કફ સિરપ ટાળવું જોઈએ. જો મોટા બાળકો માટે કફ સિરપ જરૂરી હોય, તો તે હંમેશા ડૉક્ટરની સલાહથી જ લેવું જોઈએ. આનું કારણ એ છે કે દવાની માત્રા, સમય અને અન્ય દવાઓ સાથેનું મિશ્રણ બાળકો માટે સલામત હોવું જોઈએ.
પ્રશ્ન: શું ડૉક્ટરની સલાહ વિના કફ સિરપ આપવું સલામત છે?
જવાબ: બિલકુલ નહીં. ડોઝ, ઉંમર અને અન્ય દવાઓ સાથે સુસંગતતાને ધ્યાનમાં લીધા વિના બાળકોને દવા આપવી ખતરનાક બની શકે છે.
બાળકોને કફ સિરપ આપતા પહેલા શું ધ્યાનમાં લેવું જોઈએ?
બાળકને થોડા સમય માટે જ દવા આપો.
દવા આપતી વખતે બાળકની હેલ્થનું ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન કરો.
એક સાથે ઘણી દવાઓ આપશો નહીં.
બાળકોને પુષ્કળ હુંફાળું પાણી આપો, તરલ પદાર્થ આપો તેમને નાસ આપો
સિરપ આપવાની બદવે ઘરેલું ઉપચાર અજમાવો. મોટાભાગના બાળકોની ઉધરસ અને શરદી જાતે જ દૂર થઈ જાય છે.
ઉલ્લેખનિય છે કે,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ અંગે કેન્દ્ર સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ મૃત્યુ કફ સિરપ સાથે જોડાયેલા હોવાની શંકા હતી. કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓએ સંયુક્ત રીતે આ બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે એક મોટી તપાસ હાથ ધરી છે. આ સંયુક્ત તપાસમાં એક મહત્વપૂર્ણ તારણો બહાર આવ્યો છે.તપાસકર્તાઓએ પુષ્ટિ આપી છે કે શંકાસ્પદ કફ સિરપમાં કોઈ ઝેરી રસાયણો નહોતા. તપાસમાં ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અથવા ઇથિલિન ગ્લાયકોલ (EG) જેવા ખતરનાક ઘટકો મળ્યા નથી, જે કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને અન્ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે બાળકોને કફ સિરપ આપતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.