નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે આજે પીએમ મોદી ભૂમૂ પિજન કરશે. ભવ્ય રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા સવાર સવારમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ એક ટ્વીટ કર્યું છે. ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું છે, “બાબરી મસ્જિદ હતી અને રહેશે, ઈશાંઅલ્લાહ”. તેની સાથે જ તેમણે બાબરી મસ્જિદ અને બાબરી મસ્જિદના વિધ્વંસની એક તસવીર પણ શેર કરી છે.


જણાવીએ કે, 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રમ કોર્ટે વિવાદિત રામ મંદિર બાબરી મસ્જિત ભૂમિને લઈને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામ લલાને સોંપી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં પાંચ એકર જમીન આપવામાં આવે.



પ્રિયંકાના નિવેદન પર ઓવૈસીનો કટાક્ષ

એક દિવસ પહેલા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રિયંકા ગાંધીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. પ્રિયંકાના નિવેદન પર ઓવૈસીએ કહ્યું હતું, ‘ખુશી છે કે તેઓ હવે નાટક નથી કરી રહ્યા. કટ્ટર હિંદુત્વની વિચારધારાને ગળે લગાવવા માગે છે તો ઠીક છે, પરંતુ ભાઈચારાના મુદ્દા પર તે નિરર્થક વાતો શા માટે કરે છે.’

પ્રિયંકા ગાંધીએ ભૂમિ પૂજન કાર્યક્રમનું સમર્થન કરતાં કહ્યું હતું કે, રામ બધામાં છે, રામ બધાની સાથે છે. સરળતા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધતા, દીનબંધુ. રામ નામનો સાર છે. પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, રામલલાના મંદિરના ભૂમિપૂજનનું કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર છે.