ક્રિકેટર હોય કે એક્ટર અથવા કોઈ સિંગર, ટીએમસીએ બધાને તક આપી છે. TMCએ ક્યા ક્યા સ્ટારને ટિકિટ આપી છે જુઓ એક યાદી...
- જૂન માલિયા - મિદનાપુર (એક્ટ્રેસ)
- મનોજ દિવારી - શિબપુર (ક્રિકેટર)
- ઇદરિસ અલી - મુર્શિદાબાદ
- રાજ ચક્રવર્તી - બૈરકપુર (ડાયરેક્ટર)
- સયંતિકા બેનર્જી - બાંકુરા (એક્ટ્રેસ)
- કંચન મલિક - ઉત્તરપાડા (એક્ટર)
- શોભાનદેબ ચટ્ટોપાધ્યાય - ભવાનીપુર
- અદિતિ મુંશી - રાજરહાટ (સિંગર)
- સયોની ઘોષ - આસનસોલ સાઉથ (એક્ટ્રેસ)
- કૌશની મુખર્જી - કૃષ્ણાનગર ઉત્તર (એક્ટ્રેસ)
- સોહમ ચક્રવર્તી - ચાંદીપુર (એક્ટર)
તમને જણાવીએ કે, બંગાળ ચૂંટણી માટે ટીએમસીએ શુક્રવારે કુલ 291 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે આસનસોલની ત્રણ સીટોને સાથી પક્ષ માટે છોડી છે. ખુદ મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તે ભવાનીપુરથી લડતા આવ્યા છે.
બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસીમાં મોટી સંખ્યામાં સ્ટાર જોડાઈ રહ્યા છે. ટીએમસીએ અનેક સ્ટારને તક આપી છે. હવે ભાજપ પર નજર છે કે તે ક્યા સ્ટારને તક આપે છે.
બંગાલમાં આ વખતે 8 તબક્કામાં ચૂંટણી થાની છે, પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મત પડશે. જ્યારે બંગાળના પરિણામ 2 મેના રોજ આવશે.