બેંગલુરુ: કર્ણાટકના નવનિયુક્ત મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને ગિફ્ટ આપવી બેંગલુરૂના મેયરને ભારે પડી હતી. બેંગલુરૂના મેયર ગંગામ્બિક મલ્લિકાર્જુને થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન મેયરે મુખ્ય મંત્રી યેદિયુરપ્પાને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટળી એક ભેટ આપી હતી. આ તસવીર સામે આવતાની સાથે જ પાલિકાએ મેયરને દંડ ફટકાર્યો હતો.


આ તસવીરને પુરાવા તરીકે રાખી અને બેંગલુરુ મહાનગર પાલિકાએ જ મેયરને 500 રૂપિયો દંડ ફટકાર્યો હતો. જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દંડ ફટકાર્યા બાદ મેયરે સત્તાનો કોઈ ઉપયોગ કર્યા વગર દંડ ભરી એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2016માં કર્ણાટક રાજ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.