બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) દ્વારા ચાલી રહેલા મેટ્રો કાર્યના કારણે બેંગલુરુના HSR લેઆઉટ નજીકનો ફ્લાયઓવર બંધ કરવામાં આવ્યો છે. બેંગલુરુ ટ્રાફિક પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીને મુસાફરોને ભીડથી બચવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. બ્રિજ બંધ થવાને કારણે આઉટર રિંગ રોડ (ORR) પર પહેલાથી જ નોંધપાત્ર ટ્રાફિક જામ થઈ ગયો છે, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક જાહેરાત કરતા બેંગલુરુ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, "14મા મેઈન, HSR લેઆઉટ પર BMRCL સ્લાઇડિંગ ગર્ડલ નમી જવાના કારણે ફ્લાયઓવર ટ્રાફિક માટે બંધ છે. મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. સિલ્ક બોર્ડ તરફ જતો ટ્રાફિક 19મા મેઈન દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. કૃપા કરીને સહકાર આપો અને તે મુજબ તમારી મુસાફરીનું આયોજન કરો."
ઘણા મુસાફરોએ અચાનક બ્રિજ બંધ થવા પર નિરાશા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે બાંધકામ કાર્ય સપ્તાહના અંતે અથવા ઑફ-પીક અવર્સ દરમિયાન શા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું ન હતું. X પર એક યુઝર્સે ધ્યાન દોર્યું હતું કે બુધવારે ORR અને ITPL વિસ્તારોમાં ઓફિસોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ આવતા હોય છે જેના કારણે ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ થાય છે. "આ કામ સપ્તાહના અંતે અથવા મોડી રાતના કલાકો માટે સુનિશ્ચિત થવું જોઈએ. અઠવાડિયાના મધ્યમાં ટ્રાફિક પહેલાથી જ વ્યસ્ત છે અને આ બંધને કારણે તે અસહ્ય બની ગયું છે.
અન્ય એક વ્યક્તિએ સમાન ચિંતા વ્યક્ત કરતા લખ્યું, "શા માટે અધિકારીઓ આનું વધુ સારી રીતે આયોજન કરી શકતા નથી? બુધવારે મોટાભાગના કર્મચારીઓ ઓફિસમાંથી કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે!" ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર સિલ્ક બોર્ડ ફ્લાયઓવર પર ભારે ટ્રાફિક હોવાની જાણકારી આપી હતી અને માંગ કરી કે અધિકારીઓ મોટા રસ્તા બંધ થવા અંગે અગાઉથી સૂચના આપે જેથી લોકોને તેમના પ્રવાસનું વધુ અસરકારક રીતે આયોજન કરવામાં મદદ મળે.