Bhagwant Mann Marriage LIVE : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની બની ગુરપ્રીત કૌર, જુઓ લગ્નની તસવીરો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે
ભગવંત માનના લગ્ન થઇ ગયા છે. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ ગઇ છે. મુખ્યમંત્રી કેજરીવાલ લગ્નમાં સામેલ થયા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવંત માનના લગ્નમાં સામેલ થયા હતા. આ તસવીર વાયરલ થઇ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવંત માનના લગ્નમાં સામેલ થયા હતા. આ તસવીર વાયરલ થઇ છે.
સીએમ ભગવંત માન વરરાજા બન્યા છે. તેમની લેટેસ્ટ તસવીરો જાહેર થઇ છે.
પંજાબના સીએમ ભગવંત માન લગ્ન કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમની ભાવિ પત્ની ડોક્ટર ગુરપ્રીત કૌર વિશે જાણવા માટે ઉત્સુક છે. દરમિયાન ગુરપ્રીત કૌરે લગ્ન પહેલા પ્રથમ ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં તેણે લખ્યું- 'શુભ દિવસ આવી ગયો છે..'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ લગ્ન સમારોહમાં સામેલ થવાના છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. લગ્ન સમારોહમાં દિલ્હીના સીએમ કેજરીવાલ ઉપરાંત ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજરી આપશે.
બ્રેકગ્રાઉન્ડ
Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે. આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ યુનિટના મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એક ખાનગી સમારંભમાં લગ્ન કરશે. તેમના લગ્ન હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી ડોક્ટર ગુરપ્રીત કૌર (Dr Gurpreet Kaur) સાથે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -