Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોણ છે તેમની થનારી પત્ની

Bhagwant Mann Wedding: ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. ભગવંત માનના બંને બાળકો શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા.

Continues below advertisement

Bhagwant Mann Marriage:  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ગુરુવારે ચંદીગઢમાં તેઓ લગ્ન કરશે. ભગવંત માન ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે. તેમના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે.

Continues below advertisement

ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. ભગવંત માનના બંને બાળકો શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા.

પરિવારની નજીકની જ વ્યક્તિ છે પત્ની

ભગવંત માનની થનારી પત્ની અંગે કહેવાય છે કે તે તેના પરિવારની નજીકની વ્યક્તિ છે. ઘણા લાંબા સમયથી ભગવંત માન અને તેની થનારી પત્ની એકબીજાને જાણે છે. ભગવંત માનની માતાને પણ તે ગમે છે.

લગ્ન પહેલા ભગવતં માને પંજાબવાસીઓને આપી ભેટ

પંજાબની ભગવંત માન સરકારે વીજળીને લઈને મોટો નિર્ણય લીધો છે. જે સંદર્ભે માન સરકારે કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીની જેમ હવે પંજાબના રહેવાસીઓને પણ મફતમાં વીજળી મળશે. આમ આદમી પાર્ટીની મન સરકારે આખરે કેબિનેટની બેઠકમાં પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત આપવાની મંજૂરી આપી દીધી છે.

આ અંગે માહિતી આપતાં ખુદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, આજે કેબિનેટના સહયોગીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમે પંજાબના લોકોને જે સૌથી મોટી ગેરંટી આપી છે તે મફત વીજળીના નિર્ણય પર મહોર મારવાની છે. હવે પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે. અમે પંજાબ અને પંજાબીઓને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશું.

પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. જોકે, આ જાહેરાતને લઈને ભારે હોબાળો થયો હતો. પરંતુ આખરે ભગવંત માન સરકારે પંજાબના લોકોને મફત વીજળી આપવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે.

Continues below advertisement
Sponsored Links by Taboola