Trending News: દરેક વ્યક્તિની ઈચ્છા લગ્ન જીવનભર યાદ રહે તેવી હોય છે. મધ્યપ્રદેશની રાજધાની ઈન્દોરમાં એક અનોખો વરઘોડો નીકળ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે વરઘોડો તાડપત્રી નીચે કાઢવામાં આવ્યો હતો.. ઈન્દોરમાં નીકળેલા વરઘોડાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વરઘોડામાં કેટલાક જાનૈયાએ વરસતા વરસાદમાં નાચતા-કૂદતા જોવા છે. ઈન્દોરમાં નીકળેલો વરઘોડો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.


એમપીની આર્થિક રાજધાની ઈન્દોર શહેરમાં મંગળવાર સવારથી વરસાદ પડી રહ્યો હતો. વરસાદને કારણે શહેરભરમાં અનેક જગ્યાએ પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ આ વચ્ચે વરસાદમાં વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો વરસાદને કારણે તાડપત્રી નીચે કાઢવામાં આવ્યો હતો. જાનૈયાઓ તાડપત્રી નીચે ઉભા રહીને લગ્ન સ્થળ સુધી પહોંચ્યા હતા.


ઈન્દોરમાં નીકળેલા આ અનોખા વરધોડામાં બેન્ડ તરીકે કામ કરનાર શ્યામ બેન્ડના ઓપરેટર રોહિત ગોર્લેએ જણાવ્યું કે આ વરઘોડો ઈન્દોરના પરદેશી પુરાની વિસ્તારનો છે. જ્યાં આ વરઘોડો ક્લાર્ક કોલોનીથી નીકળીને સંજયજી જૈનની જગ્યા પર આવેલા મદન મહેલ ગાર્ડનમાં જતો હતો. પછી અચાનક વરસાદ શરૂ થયો, લાંબા સમય સુધી વરસાદ પડતો જોઈને વરધોડોએ વરસાદમાં જ કાઢવાનું નક્કી કર્યું, પછી એક મોટી તાડપત્રી મંગાવવામાં આવી. જેમાં વરરાજા અને જાનૈયા ઉભા રહી ગયા હતા. ત્યારબાદ બેન્ડના તાલે નાચતા-ગાતા વરઘોડો કાઢીને યાદગાર બનાવવામાં આવ્યો હતો.



આ પણ વાંચોઃ


Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા નદી-નાળા, ક્યાંક તણાઈ બાઇક, જુઓ તસવીરો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા


Gujarat Rain:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર


Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ