પંજાબમાં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો પર જીત મેળવી છે. AAPએ જૂના પક્ષોને હરાવીને પંજાબના રાજકારણ પર કબજો જમાવ્યો છે. પંજાબના સીએમ ઉમેદવાર ભગવંત માનની મહેનત રંગ લાવી છે. આ એ જ ભગવંત માન છે જેમણે રાજકારણ માટે પોતાનો પરિવાર છોડી દીધો હતો. હવે તેઓ પંજાબના રાજકારણમાં નવો ઝંડો લહેરાશે.


રાજનીતિને પ્રાધાન્ય આપી પરિવાર છોડવાનો નિર્ણય લેતા ભગવંત માનના નિર્ણયની ટીકા પણ થઈ હતી. તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. ભગવંત માનનો પરિવાર 2015માં વિખૂટા પડી ગયો હતો. ભગવંત માનને તેમની પત્ની ઈન્દ્રજીત કૌરથી છૂટાછેડા લીધા હતા. ભગવંત માનને બે બાળકો છે. જોકે, તેમના બાળકો તેમની સાથે વાત કરતા નથી. આ વાતનો ખુલાસો ભગવંત માને એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.


તેમના કહેવા પ્રમાણે, તેઓ તેમના બાળકો સાથે ફોન પર વાત કરતા નથી. ભગવંતે પોતે સ્વીકાર્યું કે પરિવારને સમય ન આપી શકવાને કારણે તેમની પત્નીએ તેમનાથી અંતર રાખ્યું હતું. ત્યારબાદ બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.


2015માં ભગવંતે તેમના છૂટાછેડા વિશે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેણે તેના પરિવાર કરતાં પંજાબને પસંદ કર્યું છે. તે રાજનીતિ માટે પત્નીથી અલગ થઈ રહ્યા છે.


ભગવંત માન વર્ષ 2011માં રાજકારણમાં આવ્યા હતા. રાજકારણમાં આવતા પહેલા ભગવંત માનને લોકોએ ઘણા પ્રખ્યાત કોમેડી શોમાં જોયા જ હશે. તે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં જોવા મળ્યા હતા. તેમણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


ભગવંત માનનો પહેલો કોમેડી આલ્બમ જગતાર જગ્ગી સાથે હતો. 10 વર્ષ સુધી સાથે કામ કર્યા બાદ તેમની જોડી તૂટી ગઈ. આ પછી રાણા રણબીર સાથે તેમણે જોડી બનાવી હતી.  ભગવંતનું બીજો આલ્બમ કુલ્ફી ગરમા ગરમ ખૂબ જ સફળ રહ્યો હતો