PM Modi On 6G Launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનના મંચ પર 6G વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું હતું. જેની સાથે દેશમાં 6G ટેસ્ટ બિડ શરૂ થશે. આમાં 6Gની સ્પીડનું પરીક્ષણ કરવામાં આવશે.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ટરનેટ ક્રાંતિમાં ભારતે દુનિયાના તમામ મોટા દેશોને પાછળ છોડી દીધા છે. શહેરો કરતા વધુ ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. દેશના ખૂણે ખૂણે ડિઝિટલ શક્તિ કેવી રીતે પહોંચી રહી છે તેનો આ પુરાવો છે. દેશના ખૂણે ખૂણે ડિઝિટલ શક્તિ કેવી રીતે પહોંચી રહી છે તેનો આ પુરાવો છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં બનાવવામાં આવી રહેલા દરેક પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ડેટા લેયરને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે. ધ્યેય એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સંબંધિત દરેક સંસાધનોની માહિતી એક જ જગ્યાએ મળી રહે. તમામ હિતધારક પાસે રિયલ ટાઇમ ઇર્ફોમેશન હોય.
આજનો ભારત ડિજિટલ ક્રાંતિના આગલા પગલા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે ભારત વિશ્વનો સૌથી ઝડપી 5G રોલઆઉટ દેશ છે. માત્ર 120 દિવસમાં 125થી વધુ શહેરોમાં 5G શરૂ કરવામાં આવ્યું છે. 5G સેવા દેશના લગભગ 350 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. આગામી કેટલાક વર્ષોમાં 6G રોલઆઉટ માટે આ મુખ્ય આધાર બનશે.
'આ ભારતની ટેકનોલોજીનો દાયકો છે'
પીએમ મોદીએ કહ્યું, ભારતનું ટેલિકોમ અને ડિઝિટલ મોડલ સરળ, સુરક્ષિત, પારદર્શક છે. આજે અમે 5G રોલઆઉટના 6 મહિના પછી જ 6G વિશે વાત કરી રહ્યા છીએ. આ ભારતનો આત્મવિશ્વાસ દર્શાવે છે. આજે અમે અમારા વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યું છે. 5G ની શક્તિની મદદથી ભારત સમગ્ર વિશ્વની કાર્ય સંસ્કૃતિને બદલવા માટે ઘણા દેશો સાથે કામ કરી રહ્યું છે. હવે ભારત વિશ્વમાં ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનવા તરફ આગળ વધી રહ્યો છે.