Bharat Bandh LIVE: કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોઓ આપેલા બંધની અસર, મુંબઇ અમદાવાદ હાઇવે પર જામ, દિલ્લી બોર્ડર પર સુરક્ષામાં વઘારો
Bharat Bandh LIVE: ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્લીના અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન ચાલુ છે. જો કે સ્થિતિ કાબૂમાં છે.
હરિયાણની સિંઘુ બોર્ડર પર એક કિસાનનું મોત થયું છે. કિશાનનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું સામે આવ્યું છે પરંતુ જો કે પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ સામે આવશે. તો ચેન્ન્ઇમાં પ્રદર્શનકારી બેરિકેડ તોડીને ઘૂસી જતાં પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે બબાલ થઇ હતી.
ખેડૂત આંદોલનના કારણે ટ્રેનની સેવા પર અસર પડી છે. અત્યાર સુધીમાં અનેક ટ્રેન રદ્દ થઇ છે. નવી દિલ્લીથી અમૃતસર જતી શાન એ પંજાબ સવારે 6.40 પર રદ્દ થઇ છે. નવી દિલ્લી-મોગા એક્સપ્રેસ પણ સવારે 7 વાગ્યા રદ્દ થઇ ગઇ છે. જૂના દિલ્લી-પઠાનકોટ એક્સપ્રેસ પણ રદ્દ થઇ ગઇ છે. દિલ્લીથી સવારે 6 વાગ્યે જતી પાનીપત સ્ટેશન પર ઊભી છે. નવી દિલ્લી કાલકા શતાબ્દી પણ રદ્દ કરી દેવાઇ છે.
કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી છે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા બંધમાં ગુજરાત સંયુક્ત કિસાન મોરચાએ પણ સર્મથન આપ્યું છે. આજે કિસાન માર્ચાના સભ્યો રોડ પર ઉતર્યાં હતા. વિરોધ પ્રદર્શન શરૂ થાય પહેલા જ પોલીસનો અટકાયત નો દોર શરુ થઇ ગયો હતો. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલ ની અટકાયત કરાઇ હતી. આ આ સાથે ખેડૂત મનુ ભાઈ પટેલ,લખન નધોઇ,અશોક પટેલ ની અટકાયત કરાઇ છે. તમામ ને ઓલપાડ પોલીસ મથકે લઈ જવાયા હતા.
ભારતબંધ અંગે પરેશ ધાનાણીએ ખેડૂતોનુ સમર્થન કરતાં નિવેદન આપ્યું છે કે, 3 કાળા કાયદાઓને સરકારે નાબૂદ કરવા જોઇએ. વિવિધ પક્ષ એ ભારત બંધ નું એલાન આપ્યું છે. કોંગ્રેસે ભારત બંધ ને સમર્થન આપ્યું છે. ખેડૂતો એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર ખેડૂતોની વાત માનતી નથી. 3 કાળા કાયદાઓ નાબૂદ થવા જ જોઈએ
ખેડૂતના ભારત બંધની અસર મુંબઇ- અમદાવાદ હાઇવે પર જોવા મળી રહી છે. આ હાઇવે પર કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. પ્રદર્શનકારી રસ્તા પર જબરદસ્તી ગાડીઓને રોકી રહ્યાં છે. હજારો યાત્રીઓ હાઇવે પર ફસાયેલા છે. હાઇવેના રસ્તે મુંબઇ, થાણે, નવી મુંબઇ તરફ જતાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
ખેડૂત આંદોલનના કારણે દિલ્લી પોલીસે લાલ કિલ્લા બાજુ જતાં બંને રસ્તા બંધ કરી દેવાયા છે. દિલ્લી પોલીસે જાણકી આપી છે કે,છત્તા રેલ અને સુભાષ માર્ગ બંને બાજુથી બંધ છે. 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ ઉત્પાત મચાવ્યો હતો. બીજી વખત આ ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે બંને બાજુના રસ્તા બંધ કરી દેવાયા છે અને લાલ કિલ્લા પર સુરક્ષાને વધારી દેવાઇ છે.
દિલ્લી નોઇડા ચિલ્લા બોર્ડર હાલ બંને તરફ ખુલ્લો છે. વાહનોનું આવન જાવન સામાન્ય રીતે થઇ રહ્યું છે. જો કે નોઇડાથી દિલ્લી જતા રસ્તા પર સાઇડ બરીગેટિંગ છે અને પોલીસ કર્મી મોજૂદ છે. શ્રી રામ શર્મા મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયું છે. ડીએમઆરસીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
ખેડૂતના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ‘કાયદો કોણ લઇને આવ્યું અને કોની સરકાર છે? આ આંદોલન પણ તેની સામે છે. અમારૂ આંદોલન સરકાર સામે છે. જો 10 વર્ષ સુધી કૃષિ કાયદામાં સુધારો નહીં થાય તો અમારૂં આંદોલન 10 વર્ષ સુધી ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યું કે, ડોક્ટર્સ અને અમ્બ્યુલન્સને જામમાં ફસાવવામાં ન આવે ઇમર્જન્સી સેવા સાથે જોડાયેલા લોકોને જવા દેવામાં આવે. રાકેશ ટિકૈતે દુકાનદારોને અપીલ કરી છે કે, આજે 4 વાગ્યા સુધી દુકાનો બંધ રાખે અને આંદોલનનું સમર્થન કરે.
સંયુકત કિસાન મોર્ચોના લોકોને બંધમાં સામેલ થવાની અપીલ કરાઇ છે. કિસાનોએ દિલ્લી-અમૃતસર સહિત હરિયાણા અને પંજાબના અનેક રસ્તાને જામ કરી દીધા છે. ખેડૂતો આંદોલનના પગલે લાલ કિલ્લાની સુરક્ષાને વધારી દેવાઇ છે.
પંજાબ-હરિયાણામાં પણ બંધની અસર જોવા મળી રહી છે. પંજાબ-હરિયાણામાં અનેક જગ્યાએ હાઇવેને પ્રદર્શનકારીઓએ બંધ કરી દીધો છે. તો દિલ્લી એનસીઆરમાં પોલીસ અલર્ટ મોડ પર છે. દિલ્લીના ગાજીપુર અને નોઇડા બોર્ડર પર તૈનાતી વધારી દીધી છે.
બ્રેકગ્રાઉન્ડ
Bharat Bandh LIVE: ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્લીના અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન ચાલુ છે. જો કે સ્થિતિ કાબૂમાં છે.હાઇવે પર કિલોમીટરો સુધી લાંબો જામ છે.પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હાઇવે પર વાહન વ્યવહાર રોકી દીધો છે. હજારો યાત્રીઓ હાઇવે પર ફસાઇ ગયા છે. નવી મુંબઇ જનાર લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -