નવી દિલ્હીઃ મોદી સરકારની આર્થિક અને જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ આજે ટ્રેડ યૂનિયનોએ ભારત બંધની જાહેરાત કરી છે. બુધવારે સવારાથી જ ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. બંગાળમાં પ્રદર્શનની આશંકાને ધ્યાનમાં રાખતા બસ ડ્રાઈવર પણ સચેત થઈ ગયાછે. સિલિગુડીમાં રાજ્ય બસ સર્વિસના ડ્રાઈવર હેલમેટ પહેરીને બસ ચલાવી રહ્યા છે. જેથી કોઈપણ પ્રકારના હુલમાથી બચી શકાય.


જણાવીએ કે, હાલમાં દેશમાં જે પણ પ્રદર્શન થયા. તેમાં ઘણી વખત હિંસક વિરોધ પણ જોવા મળ્યો હતો. પછી ભલે તે નાગરિકતા સંશોધન એક્ટને લઈને હોય કે પછી નેશનલ રજિસ્ટાર ઓફ સિટિઝનને લઈને હોય. આ જ કારણ છે કે બધા સાવચેત થઈ ગયા છે.


ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા આ બંધને પબ્લિ સેકટર બેંકનું સમર્થન મળ્યું છે. આ કારણે આજે દેશભરની બેંક બંધ છે. સંગઠનો દ્વારા દાવો કરાયો છે કે મોદી સરકારની નીતિઓના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખતરો પહોંચ્યો છે અને સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે.


બંગાળ બાદ ઓરિસ્સામાં પણ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભુવનેશ્વરમાં કોંગ્રેસ સમર્થિત ટ્રેડ યુનિયનના કાર્યકર્તાઓ રોડ બ્લોક કરી દીધા છે તેમજ ટ્રેનને પણ રોકવામાં આવી રહી છે.