નવી દિલ્હીઃ શ્રમિક અને ખેડૂત સંગઠનોએ રાષ્ટ્રવ્યાવી હડતાળનું આહ્વાન આપ્યું છે. હડતાળમાં 25 કરોડ લોકો સામે થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનાથી બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય જરૂરી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. હડતાળનું આહ્વાન સરકારની ‘જન વિરોધી’ નીતિઓના વિરોધમાં કરવામાં આવ્યું છે.


દેશના મોટા ટ્રેડ યૂનિયન INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC સિવાય ઘણા અન્ય સેક્ટોરલ ઇડિપેન્ડેટ ફેડરેશન અને એસોસિયેશને હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરી છે.  60 સ્ટુડન્ટ યુનિયન, યૂનિવર્સિટીઝના અધિકારીઓએ પણ આ હડતાળનો હિસ્સો બનવાનું એલાન કર્યું છે. તેઓ શિક્ષણ સંસ્થાઓમાં ફી વધારો અને શિક્ષણના કૉમર્શિયલાઈઝેશનનો વિરોધ કરશે.

ટ્રેડ યૂનિયનોએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય અત્યાર સુધી શ્રમિકોને તેમની કોઈપણ માંગણી પર આશ્વાસન આપવામાં નિષ્ફળ રહ્યું છે. શ્રમ મંત્રાલયે 2 જાન્યુઆરી 2020ના રોજ બેઠક બોલાવી હતી. સરકારનું વલણ શ્રમિકો પ્રત્યે અવમાનનાનું છે. છાત્રો તરફથી હડતાળનો એજન્ડા વધી રહેલી ફી અને શિક્ષાના વ્યવસાયીકરણનો વિરોધ કરવાનું છે.

ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ એસોસિએશન (AIBEA), ઑલ ઈન્ડિયા ઑફિસર્સ એસોસિએશન (AIBOA), BEFI, INBEF, INBOC અને બેંક કમર્ચારી સેના મહાસંઘ (BKSM) કહી ચૂક્યા છે કે, તે આ હડતાળનું સમર્થન કરશે. જે બેંકો યૂનિયન સમર્થન કરી રહી છે, તેમની સમર્થિત બેંકો 8 જાન્યુઆરીના રોજ બંધ રહેશે.

હડતાળને પગલે ATMમાં કેશની તંગી સર્જાઈ શકે છે. કેશની તંગીની સમસ્યા 9 જાન્યુઆરીએ પણ શઈ શકે છે. બેંકમાં રોકડ લેવડ દેવડ શક્ય નહીં બને, આ ઉપરાંત ચેક ક્લિયરિંગનું કામ પણ અટકશે. જોકે, ઑનલાઈન બેંકિંગના કામકાજ પર કોઈપણ પ્રકારની અસર નહીં પડે. ઘણી બેંકો શેરમાર્કેટને જાણકારી આપી ચૂકી છે કે તે 8 જાન્યુઆરીએ બંધ રહેશે. આ હડતાળનો પ્રાઈવેટ બેંકોના કામકાજ પર કોઈ પ્રભાવ નહીં પડે.