Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે મણિપુરથી શરૂ કરવામાં આવી હતી. આ અવસર પર યાત્રાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજ સુધી ભારતના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, કદાચ બીજેપી મણિપુરને ભારતનો ભાગ નથી માનતી.


 






'ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી જ શરૂ થઈ શકે' - રાહુલ ગાંધી
સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "અમે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી, આમાં અમે નફરતને નાબૂદ કરવાની વાત કરી હતી, અમે ભારતને એક કરવાની વાત કરી હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે યાત્રા કરી હતી તેવી જ હું પૂર્વથી પશ્ચિમની યાત્રા ઈચ્છતો હતો . ભારત જોડો યાત્રા અંગે લોકોએ કહ્યું, આ યાત્રા વેસ્ટથી શરુ કરો, કેટલાકે કહ્યું કે યાત્રા ઈસ્ટથી શરૂ થવી જોઈએ. મેં તેમને સ્પષ્ટ કહ્યું કે આગામી યાત્રા મણિપુરથી જ શરૂ થઈ શકે છે.





મણિપુરમાં સરકાર નામની સંસ્થા બરબાદ થઈ ગઈ છે, રાહુલ ગાંધીનો આરોપ





ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "હું 2004થી રાજકારણમાં છું. હું પહેલીવાર ભારતના એવા રાજ્યમાં ગયો હતો જ્યાં સરકાર નામની સંસ્થાનો નાશ થઈ ગયો છે. 29 જૂને હું મણિપુર આવ્યો. તે સમયે મેં જે જોયું અને સાંભળ્યું તે પહેલાં ક્યારેય જોયું કે સાંભળ્યું ન હતું.



જયરામ રમેશે કહ્યું- સહન ન કરો... ડરો નહીં...





રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તસવીરો શેર કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને રાષ્ટ્રધ્વજ આપીને ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી અને બસને લીલી ઝંડી આપી. મણિપુરમાં છેલ્લા 8 મહિનામાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવતી યાત્રા ત્યાં સુધી ચાલું રહેશે જ્યાં સુધી તમને ન્યાયનો અધિકાર ન મળે. સહન ન કરો... ડરો નહીં...!