Milind Deora: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકરોનો વર્ષોથી અતૂટ સમર્થન માટે આભારી છું.






શિંદે જૂથમાં જોડાશે


મિલિંદ દેવરા આજે રવિવારે (14 જાન્યુઆરી) એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાશે. તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્ટીમાં થશે. જો કે અગાઉ પણ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને શિંદે સેનામાં જોડાઈ શકે છે, પરંતુ એક દિવસ પહેલા જ તેમણે આ અટકળોને ફગાવી દીધી હતી.


દક્ષિણ મુંબઈના વર્તમાન સાંસદ મિલિંદ દેવરાનો જન્મ 4 ડિસેમ્બર 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા મુરલી દેવરા કોંગ્રેસના ભૂતપૂર્વ રાજકારણી છે અને માતા હેમા દેવરા ગૃહિણી છે. પિતાની જેમ મિલિંદ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ બોસ્ટન યુનિવર્સિટી, યુએસએથી સ્નાતક થયેલા છે. 9 નવેમ્બર, 2008ના રોજ તેમણે ફિલ્મ નિર્મા મનમોહન શેટ્ટીની પુત્રી પુજા શેટ્ટી સાથે લગ્ન કર્યા.


રાજનીતિ ઉપરાંત મિલિંદ દેવરાને ગિટાર વગાડવાનો પણ શોખ છે અને તેઓ રમત ગમતને પ્રોત્સાહન આપતા યુવા રાજનેતા છે. તેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, બોમ્બે જિમખાના વગેરેના સભ્ય છે.