ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ફરી એકવાર 36 શહેરોમાં મિનિ લોકડાઉન 18મી મે સુધી લંબાવ્યું છે. જેને કારણે આ શહેરોમાં 18મી મે સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે તેમજ આંશિક લોકડાઉનને કારણે દુકાનો બંધ રહેશે. આ આંશિક લોકડાઉનને કારણે વેપારીઓની કમર તૂટી ગઈ છે, ત્યારે અલગ અલગ શહેરોમાંથી વેપાર-ધંધા મર્યાદિત સમય માટે શરૂ કરવા દેવાની માંગ કરવામાં આવી છે. તેમજ અલગ અલગ શહેરોમાં વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરના વિવિધ વેપારી એસોસીએશનની આજે એક બેઠક ચેમ્બરના પ્રમુખની આગેવાનીમાં મળી હતી. તેમાં વેપારીઓએ સરકારની બેધારી નીતિને લઈને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો તેમજ આગામી ૧૮મીથી વેપારીઓને દુકાન ખોલવા માટેની મંજુરી આપવામાં નહી આવે તો તેઓ એક દિવસનો સવિનય કાનુન ભંગ કરી સરકાર સામે વિરોધ દર્શાવશે.
કોરોનાની બીજી લહેરમાં સુરેન્દ્રનગરના કયા ગામમાં 18 દર્દીઓના થયા મોત? કેટલા લોકોને લાગ્યો ચેપ?
સુરેન્દ્રનગરઃ જીલ્લાનાં ગામડામાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે લખતર તાલુકાના વણા ગામમા કોરોનાની બીજી લહે માં એક માસમાં 150થી વધું પોઝીટીવ કેસો છે અને 18થી વધુના મોત નીપજ્યા છે. હાલ 25 એક્ટિવ કેસ કોરોના પોઝીટીવ છે ત્યારે મારું ગામ કોરોના મુક્ત ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાં કેસમાં વધી રહ્યા છે ત્યારે બીજી લહેરમાં ગામડામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જ્યારે મારું ગામ કોરોના મુક્તની વાતો કરતી રાજ્ય સરકારનાં દાવા પોકળ સાબિત થાય છે. લખતરના વણા ગામની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.
મારું ગામ કોરોના મુક્ત અંતર્ગત બે દિવસ પહેલા કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ કોવીડ સેન્ટરમાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. જ્યારે છેલ્લાં એક માસમાં વણા ગમા સત્તાવાર 65 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે 150 થી પણ વધું કેસ નોંધાયા છે અને 18 થી વધુના મોત નીપજ્યા છે. વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની પણ સુવિદ્યા ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે હાલ વણા ગામમાં 25 એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ હોવાનું પ્રાથમિક આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ખાનગી કલીનિક ચાલતા ડોકટરે એક માસમાં તેમના કલીનીકમાં 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.