નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. તેમાં દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ ભાંગી પડી છે અને ચારે બાજુ તબાહી જોવા મળી રહી છે.  કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ગુરૂવારે ભારત બાયોટેકની કોવેક્સિનને 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. 


આ દરમિયાન સરકારની એક વિશેષ પેનલે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો ગાળો વધારવાનું વિચારી રહી છે. સમિતિએ કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12-16 સપ્તાહ કરવાની ભલામણ કરી છે. જોકે ડોઝના માપમાં બદલાવની ભલામણ કરવામાં આવી નથી.


સમિતિએ એમ પણ કહ્યું છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેમણે ઠીક થયાના છ મહિના સુધી રસી ન લેવી જોઈએ. હાલ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ ચાર થી આઠ સપ્તાહના ગાળામાં આપવામાં આવે છે.



17 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.


https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1718308


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 37 લાખ 03 હજાર 665

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823

  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525

  • કુલ મોત - 2 લાખ 58 હજાર 317


Coronavirus Cases India:  દેશમાં સતત બીજા દિવસે 4100થી વધુ મોતથી હડકંપ, ટેસ્ટિંગ થયો એક લાખથી વધુનો ઘટાડો


ગુજરાતમાં લોકડાઉન મુદ્દે 18 મે પછી થશે મોટી જાહેરાત, પ્રદીપસિંહે કર્યું 'ખુશખબર' આપવાનું એલાન


એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત


સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.