એનસીપી નેતા અને ગૃહમંત્રી દેશમુખે કહ્યું, હું આ નિર્ણયની નિંદા કરુ છું. આ સંવિધાનની વિરૂદ્ધ છે. અત્યાર સુધી આ મામલાની તપાસ પુના પોલીસ કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી અલ્ગાર પરિષદની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરી હતી. આ પહેલા કેંદ્ર સરકારે તપાસ NIAને ટ્રાન્સફર કરી દીધી.
પુના જિલ્લામાં કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારક પાસે એક જાન્યુઆરી 2018ના હિંસા થઈ હતી. દર વર્ષે મોટી સંખ્યામાં દલિતો અહીં આવે છે. પોલીસે દાવો કર્યો હતો કે પુનામાં 31 ડિસેમ્બર 2017ના અલ્ગાર પરિષદમાં ભડકાઉ ભાષણના કારણે હિંસા થઈ હતી. બાદમાં તેલુગૂ કવિ વરવર રાવ અને સુધા ભારદ્વાજ સહિત વામપંથી સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી-શિવસેનાની સરકાર બન્યા બાદ ભીમા કોરેગાંવ હિંસા મામલાની તપાસ કરવાની માંગ સત્તાપક્ષના નેતાઓ કરી રહ્યા છે.