મુંબઇઃભીમા કોરેગાંવ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. જેને લઇને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો છે. જ્યારે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર કેસને સ્થળાંતર કરીને ફડણવીસને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.


ભાજપ નેતા ફડણવીસે કહ્યુ કે, ભીમા કોરેગાંવ મામલાને એનઆઇએને સોંપવાને લઇને મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેનો આભાર માનું છું. શરદ પવાર તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે એનઆઇએની તપાસમાં સત્ય સામે ના આવી જાય. હું શિવસેનાને પડકાર આપું છું કે જો તમને એટલો વિશ્વાસ હોય તો ફરી ચૂંટણી લડો. ચૂંટણીમાં ભાજપ એકલી કોગ્રેસ, એનસીપી અને શિવસેનાને હરાવશે.