અભિનેતા બની ગયા અપરાધી, જી હાં. દિલ્લી પોલેસ નકલી નોટોનો કારોબાર કરતા એક ભોજપુરી એક્ટરની નકલી નોટો સાથે ધરપકડ કરી છે. દિલ્લી પોલીસે તેમની પાસેથી 50 લાખ રૂપિયાની નોટો જપ્ત કરી છે. જેમાં 2 હજાર, પાંચસો અને 100 રૂપિયાની નોટો સામેલ છે.


મોહમ્મદ શાહિદ ભોજપુરી ફિલ્મોમાં કામ કરતા હતા. જો કે લોકડાઉન દરમિયાન કામ મળવાનું બંધ થઇ ગયું.  તો તેમણે અભિનયનો રસ્તો છોડીને અપરાધનો રસ્તો અપનાવી લીધો. આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે પહેલા વાહનોની ચોરી કરવાનું શરૂ કર્યું પરંતુ ત્યારબાદ વધુ નફો કમાવા માટે તેમણે નકલી નોટોનો કોરોબાર શરૂ કરી દીધો.


પોલીસે હાલ મોહમ્મદને નક્લી નોટો સાથે અરેસ્ટ કર્યો છે. પોલીસ આ કોરોબાર સાથે જોડાયેલા અન્ય લોકોની તલાસ પણ કરી રહ્યાં છે. પોલીસ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પોલીસ વાહન ચોરીના કેસમાં તપાસ કરી રહી હતી તે દરમિયાન સૂર્યો હોટેલ પાસે 2 શંકાસ્પદ શખ્સો સ્કૂટી પર જોવા મળ્યાં હતા.


પોલસીએ તેમની પાસે દસ્તાવેજ માંગતા તેમની પાસે કોઇ ડોક્યુમેન્ટ ન હતા. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, સ્કૂટી પણ ચોરીનું હતું. પોલીસે હાલ બંનેની ધરપકડ  કરીને પૂછપરછ શરૂ કરી છે.પૂછપરછ બાદ આરોપીએ જણાવ્યું કે, તે ભોજપુરી ફિલ્મમાં કામ કરતા હતા અને કેટલાક સોન્ગ પણ કમ્પોઝ કર્યાં છે પરંતુ લોકડાઉનમાં કામ ન મળતા અપરાધનો રસ્તો અપનાવી લીધો.


વાહન ચોરી બાદ નકલી નોટોના કારોબારમાં તેને વધુ ફાયદો લાગતા તે ત્રણ નકલી નોટો આપીને એક અસલી નોટ લેતો હતો.મીડિયા રિપોર્ટસ મુજબ પોલીસ આ કેસમાં કેટલાક અન્ય લોકોની પણ પૂછપરછ કરી શકે છે. આ સાથે પોલીસને આશંકા છે કે, હજુ પણ વધુ પ્રમાણમાં નકલી નોટો મળી શકે છે. જે લોકોને નકલી નોટો ખપાવવામાં મદદ કરતા હતા તેમની પણ શોધ થઇ રહી છે.


કોણ છે અપરાધી અભિનેતા?


અપરાધના માર્ગે વળેલા ભોજપુરી અભિનેતાનું નામ મોહમ્મદ શાહિદ છે. તે જામિયાનો નિવાસી છે, તે ભોજપુરી ફિલ્મોમાં કામ કરતો હતો અને તેમનો પોતાનો સ્ટુડિયો પણ ચલાવતો હતો. તેમણે ઇલ્લાહબાદ ટૂ ઇસ્લામાબાદમાં ફિલ્મમાં કામ કરવાની સાથે કેટલાક સોન્ગ પર કમ્પોઝ કર્યાં છે.