નવી દિલ્હી: વર્ષ 2020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે ઉભરી આવ્યુ છે. આ જૂથ એર ક્વોલિટી લેવલ ફેફસાને નુકસાન કરતા હવામાં પ્રદૂષિત કણના સ્તરના આધારે તેનું પ્રદૂષણ માપે છે. આ કણોને પીએમ 2.5 કહેવાય છે.


ભારત વિશ્વના 50 પ્રદૂષિત શહેરોમાંથી 35 પ્રદૂષિત શહેરો ધરાવે છે, એમ આઇક્યુએરના 2020ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં દાવો કરાયો છે. 106 દેશોનો આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. તેના તારણનો આધાર દેશમાં પીએમ 2.5ની વાર્ષિક સરેરાશ છે, જે હવામાં તરતા 2.5 માઇક્રોન્સથી પણ નાના કણો હોય છે. 


પીએમ 2.5 સાથેના સતત લાંબા એક્સ્પોઝરના લીધે ગંભીર રોગો થાય છે, તેમા કેન્સર અને હૃદયની તકલીફોનો સમાવેશ થાય છે. 2020માં નવી દિલ્હીમાં ક્યુબિક મીટર એરમાં પીએમ 2.5નું સરેરાશ વાર્ષિક કોન્સન્ટ્રેશન 84.1 હતું, એમ આ અભ્યાસમાં દાવો કરાયો છે. 


આ સ્તર બિજિંગ કરતા બમણુ હતુ, જેની સરેરાશ વર્ષ દરમિયાન 37.5 હતી. બિજિંગ વિશ્વનું 14મા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. નવી દિલ્હીમાં 2020માં હવાના પ્રદૂષણના લીધે 54,000 લોકોના સમય કરતાં વહેલા મોત થયા હતા, એમ ગ્રીનપીસ સાઉથઇસ્ટ એશિયા એનાલિસિસ અને આઇક્યુએરના તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું.


ભર ઉનાળે ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી


Vadodara: સ્કૂલોમાં સર્વેની ચોંકાવનારી હકીકત આવી સામે, 10 દિવસમાં આટલા શિક્ષકો થયા કોરોના સંક્રમિત


આજથી ચાર મહાનગરમાં રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યુ લાગુ, ચારેય મહાનગરમાં એક પણ એસટી બસ....


રાશિફળ 17 માર્ચ: આજે શુક્ર મીન રાશિમાં કરશે પ્રભાવ, જાણો આજે કેવો રહેશે તમારો દિવસ


Saurashtra: આ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી છતાં ભાજપે ગુમાવી સત્તા, ભાજપના બળવાખોર નેતા બન્યા પ્રમુખ-ઉપપ્રમુખ