ભોપાલઃ કોરોના સંક્રમણના કારણે ભોપાલના 25 વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં સતત નવા કેસ આવી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જરૂરી સામાનોને બાદ કરીને તમામ દુકાન અને માર્કેટ બંધ રહેશે. કલેકટરે કહ્યું, જો આ સંક્રમણ વધશે તો લોકડાઉન પણ વધારવામાં આવશે. તંત્ર આ વિસ્તારોમાં કડક કામગીરી કરશે.


ભોપાલમાં કરફ્યુનો સમય પણ બદલવામાં આવ્યો છે. શહેરમાં રાતે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. લોકડાઉનવાળા વિસ્તારોમાં જરૂરી સામાનની સપ્લાઇ કોર્પોરેશન કરશે. છેલ્લા થોડા દિવસોથી ભોપાલમાં 100થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ એક દિવસમાં નોંધાયા હતા. જે બાદ કલેકટરે લોકડાઉનનો ફેંસલો લીધો છે.

આ વિસ્તારોમાં રહેશે લોકડાઉન

જૂના ભોપાલમાં કોતવાલી, હનુમાનગંજ, ન્યી ઈતવારા રોડ, જુમરેતી, કાજીપુરા, મંગલવારા, કુમ્હારપુરા, લખેરાપુરા, ખજાંચી ગલી, લોહા બજાર, નૂર મહલ રોડ, ઈબ્રાહિમપુરા, ચૌક જૈન મંદિર, ગુર્જરપુરા અને સિલાવટ પુરામાં મંગળવાર રાતથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત નવા ભોપાલના કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નવા ભોપાલમાં કમલા નગર, બાગસેવનિયા માર્કેટ, રાજા ભોજ આર્કેડ અને ઓમનગરમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ ઉપરાંત અરેરા કોલોની અને શિવાજી નગરના કેટલાક કમર્શિયલ વિસ્તારમાં લોકડાઉનનો આજે ફેંસલો થશે.