કોવેક્સિનની અસર અંગે BHUનો અભ્યાસ જવાબદારો માટે મુશ્કેલીઓ લઇને આવ્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની રિસર્ચ ટીમે ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની માફી માંગી છે. રિસર્ચ ટીમમાં સામેલ 12 થી વધુ ડોકટરો અને સંશોધકો પર કાર્યવાહી થઇ શકે છે.


ટીમનું નેતૃત્વ કરી રહેલા ડૉક્ટર એસ.એસ. ચક્રવર્તી અને ડૉક્ટર ઉપિન્દર કૌરે કાઉન્સિલના ડિરેક્ટર જનરલને માફી પત્ર મોકલ્યો છે. કહ્યું હતું કે અમારાથી ભૂલ થઇ છે કે અમે પ્રોજેક્ટમાં કાઉન્સિલને જોડી દીધી છે. ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય.


રિસર્ચ પેપરમાંથી ICMRનું નામ હટાવવા માટે લખાયો પત્ર


સ્વિત્ઝરર્લેન્ડની જર્નલ સ્પ્રિંગર નેચરના સંપાદકને પણ એક પત્ર લખવામાં આવ્યો છે. તેમને રિસર્ચ પેપરમાંથી ICMRનું નામ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. ગંભીર ખામીઓ સાથે અભ્યાસના કિસ્સામાં પગલાં લઈ શકાય છે. આઇસીએમઆર અગાઉ જ કહી ચૂક્યું છે કે તે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરશે. બંને ડોક્ટરો હાલમાં બેંગલુરુમાં છે, તેઓ થોડા દિવસો પછી બનારસ પરત ફરશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ પણ તેમને સવાલ કરશે.


સંશોધન ટીમને નોટિસ આપવામાં આવી હતી


તાજેતરમાં આસીએમઆરએ રિસર્ચ ટીમને નોટિસ પાઠવી હતી. IMSના ડિરેક્ટરે આ મામલે રિપોર્ટ મંગાવ્યો હતો અને ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. વિગતવાર તપાસ રિપોર્ટ કાઉન્સિલને મોકલી દેવામાં આવ્યો છે. હવે કાઉન્સિલે જર્નલને પત્ર પણ લખ્યો છે. તેમનું કહેવું છે કે અભ્યાસમાં ચાર ગંભીર ખામીઓ છે. પ્રથમ તેમની પાસે સંશોધનની પુષ્ટી કરવા માટે રસી ન લીધી હોય તેવા વ્યક્તિઓનું કોઇ જૂથ નથી કે વાસ્તવમાં આડઅસરો રસીકરણ સાથે જોડાયેલ છે. બીજું એમાં એ ઉલ્લેખ નથી કે સેમ્પલ વસ્તી તરફથી સાઇડ ઇફેક્ટને કેટલી વખત રિપોર્ટ કરાયા હતા જેથી સ્થાપિત કરી શકાય કે આ રસીકરણ સાથે સંબંધિત છે.


ત્રીજું અભ્યાસમાંના સાધનો વિશ્વ-કક્ષાના નહોતા જ્યારે ચોથું ખામીઓ, સહભાગીઓની પ્રતિક્રિયાઓને રસીકરણના એક વર્ષ બાદ કોઇ પણ રેકોર્ડ અથવા મેડિકલ રિસર્ચના વેરિફિકેશન વિના નોંધવામાં આવ્યા હતા જેનાથી પક્ષપાતી રિપોટિંગની સંભાવના વધી ગઇ છે. નોટિસનો જવાબ IMS ને મોકલી દેવામાં આવ્યો છે.


સંશોધન વાતાવરણને વધુ બહેતર બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવશે.  આ મામલામાં ICMRએ નોટિસમાં કહ્યું છે કે સંશોધકે તેના સંશોધનમાંથી ICMRની મંજૂરી હટાવી દેવી જોઈએ અને માફી માંગવી જોઈએ નહીં તો કાયદાકીય અને વહીવટી કાર્યવાહીનો સામનો કરવો પડશે. આઇએમએસના ડાયરેક્ટર પ્રો. એસએન સંખવારે કહ્યું કે તપાસ ટીમ દ્વારા ICMRને જવાબ મોકલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં રિસર્ચ ટીમના સભ્યો સાથે વાત કરવામાં આવશે.