ભુવનેશ્વરઃ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુથયા બાદ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં બુધવારે એક ઓટો રિક્ષા ચાલકને 52 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓટો ચાલકે કહ્યું કે, તે ઓટો નહીં લે. કારણ કે તેને વેચવા પર પણ 10 હજાર રૂપિયાથી વધારે મળે એમ નથી. તેની માટે 52 હજાર રૂપિયા ક્યાંથી લાવીને આપુ. તો પોલીસ પાસે ઓટો છોડીને ભાગી ગયો હતો.

ભુવનેશ્વરના આ રિક્ષા ડ્રાઈવરને દારૂ પીને રિક્ષા ચલાવવા માટે અને રિક્ષાના કાગળો સાથે ન રાખવા માટે દંડ કરાયો છે. આટલા મોટા દંડને લઈને જ્યારે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (આરટીઓ) સાથે વાત કરાઈ તો તેમણે કહ્યું કે, ‘કાયદો તોડનારા દરેક વાહન પર કાયદો લાગુ થાય છે. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તે વાહન 62,000 રૂપિયામાં ખરીદાયું છે કે 2000 રૂપિયામાં.’આ ઓટોને તેણે 26 હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદી હતી. પરંતુ હેવ તેને ચલાવવા માટે 47 રૂપિયાનો દંડ ભરવો પડે એમ છે.

ડ્રાઈવર હરિબંધુ કન્હારે કહ્યું કે, આટલી મોટી દંડની રકમ આપી શકું એમ નથી. પોલીસ ઈચ્છે તો મારી ઓટો જપ્ત કરી શકે છે અથવા મને જેલ મોકલી દે. જ્યારે ટ્રાફિસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેણે કાર જપ્ત કરી લીધી છે અને ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી છે.