મુંબઈમાં ભારે વરસાદની અસર ગુજરાતના રેલવે વ્યવહાર પર પણ જોવા મળી હતી. મુંબઈથી સુરત આવતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી. વેસ્ટ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા મુજબ, નાલાસોપારામાં ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાના કારણે સુરત-મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ-સુરત અને બાંદ્રા-વાપી ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.
મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલાક પેસેન્જર ડોમેસ્ટિક એરપોર્ટની બહાર ઊંઘી ગયા હતા.
ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગત