જો બાઈડેન ચૂંટણી પ્રચારમાં વીઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યા છે. ત્યારે દર વર્ષે સવા લાખ શરણાર્થીઓને પ્રવેશ આપવાનું લક્ષ્યાંક નક્કી કરશે. આ સાથે વર્ષે ઓછામાં ઓછા 95 હજાર શરણાર્થીઓને પ્રવેશ અપાવવા કામ કરી શકે છે.
તો નજીકના સમયમાં એચ-1બી સહિત હાઈ-સ્કીલ્ડ વિઝાની સંખ્યા પણ વધારશે અને વિવિધ દેશોની રોજગાર આધારિત વિઝા પરની મર્યાદા દૂર કરશે. બાઈડેનના આ બંને પગલાંથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળવાની સંભાવના છે. કારણ કે ટ્રમ્પે એચ-1બી વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર પ્રતિબંધ મૂકતાં ભારતીય વસાહતીઓને મોટો ફટકો પડયો હતો.