Opposition Parties Meeting: બિહારની રાજધાની પટનામાં 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે તમામ વિપક્ષી દળોની મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક યોજાઈ રહી છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે 2024માં નીતિશ કુમારને વિપક્ષના નેતૃત્વને લઈને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવશે.


એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ પટનામાં એકત્ર થઈને વિપક્ષી એકતાની વાત કરી રહી છે તો બીજી તરફ આ માળખું પણ તૂટતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તેલંગાણાના BRS પાર્ટીના નેતા ટીઆર રામારાવે મીડિયા સાથે વાત કરી છે. તેમણે કહ્યું, નીતીશ એક સારા નેતા છે પરંતુ અમે કોંગ્રેસ સાથે પ્લેટફોર્મ શેર કરવામાં સહજ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે બેઠકમાં હાજર હોય તેને અમે સ્વીકારી શકીએ નહીં. જ્યાં કોંગ્રેસ હાજર છે ત્યાં અમે બેઠકમાં રહી શકતા નથી.


ટીઆર રામારાવે કહ્યું કે, કોંગ્રેસે 50 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું અને તે દેશની હાલત માટે પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, અમે કોઈપણ રીતે કોંગ્રેસ અને ભાજપ સાથે ન જઈ શકીએ. BRSએ કહ્યું કે, જો કોંગ્રેસ વગર ત્રીજો મોરચો બનાવવામાં આવશે તો અમે તેમાં ભાગ લઈશું, પરંતુ કોંગ્રેસનું સમર્થન સ્વીકાર્ય નથી.


અરવિંદ કેજરીવાલે પણ આપ્યું અલ્ટીમેટમ?


પટનામાં આયોજિત આ બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ હાજર છે, પંજાબના સીએમ ભગવંત માન અને અન્ય નેતાઓ પણ હાજર છે. આ બેઠકમાં હાજરી આપતા પહેલા અરવિંદ કેજરીવાલે પત્ર લખીને વર્તમાન સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.


જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ બેઠકમાં ત્યારે જ હાજરી આપશે જ્યારે તેમને ખાતરી થશે કે કોંગ્રેસ તેમને દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રદ્દ કરવામાં મદદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (23 જૂન) દિલ્હીમાં પટના જતા પહેલા આ શરત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.


આમાં ખડગેએ કહ્યું હતું કે ગૃહમાં વટહુકમ આવશે, અને ગૃહની વસ્તુઓ ગૃહમાં થાય છે. અમે આ મામલે અમારી પ્રતિક્રિયા ગૃહમાં આપીશું કે તે (કેજરીવાલ) બહાર આટલો બધો પ્રચાર કેમ કરી રહ્યા છે.


Join Us on Telegram: https://t.me/abpasmitaofficial