મુંબઈ: શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરશે. શિવસેનાએ ગુરૂવારે 22 નેતાઓની યાદી જાહેર કરી જે બિહારમાં ચૂંટણી પ્રચાર કરશે.


ચૂંટણી પ્રચાર કરનારાઓની યાદીમાં ઉદ્ધવ ઠાકરે સિવાય તેમના દિકરા અને રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેનું નામ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેનાના આશરે 50 બેઠકો પર ચૂંટણી લડશે.
બિહારમાં ચૂંટણી પ્રચાર કરનારા અન્ય શિવસેના નેતાઓમાં સુભાષ દેસાઈ, સંજય રાઉત, અનિલ દેસાઈ, વિનાયક રાઉત, અરવિંદ સાવંત, પ્રિયંકા ચર્તુર્વેદી, રાહુળ શેવાલે અને કૃપાલ તુમાને સામેલ છે. ઉલ્લેખનીય છે કે 243 સદસ્યોની બિહાર વિધાનસભામાં ત્રણ તબક્કામાં મતદાન થશે.

આ પહેલા શિવસેનાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ત્યાં અમારા લોકોની ઘણી માંગો છે. અમે પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તેના પર ચર્ચા કરશું અને નક્કી કરશઉં કે બિહાર વિધાનસભા ચૂંટણી લડવી જોઈએ કે નહી.