બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખોની જાહેરાત સાથે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. રાજ્યમાં ચૂંટણી લહેર વચ્ચે લોક ગાયિકા મૈથિલી ઠાકુરે એક મોટું પગલું ભર્યું છે. મંગળવારે તે  ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે.  એવું માનવામાં આવે છે કે ભાજપ અલીનગર મતવિસ્તારમાંથી મૈથિલીને મેદાનમાં ઉતારી શકે છે. 

Continues below advertisement

પક્ષ મને જે કરવાનું કહેશે તે હું કરીશ - મૈથિલી

મંગળવારે મૈથિલીએ ચૂંટણી લડવા અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. મૈથિલીએ કહ્યું હતું "તમે મને ફોટા વિશે પ્રશ્ન પૂછ્યો હતો, તેથી મેં કહ્યું કે હું જે આદેશ આપવામાં આવશે તે કરીશ. મને જે કહેવામાં આવશે તે કરીશ. ચૂંટણી લડવું મારું લક્ષ્ય નથી, હું પાર્ટી જે કરવાનું કહેશે તે કરીશ." મૈથિલીએ વધુમાં ઉમેર્યું, "મેં બિહારમાં NDA દ્વારા કરવામાં આવેલ વિકાસને જોયો છે."

Continues below advertisement

મૈથિલી ઠાકુર વિશે જાણો

મૈથિલી ઠાકુરનો જન્મ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં થયો હતો. તે એક મૈથિલી સંગીતકાર અને સંગીત શિક્ષક રમેશ ઠાકુર અને ભારતી ઠાકુરની પુત્રી છે. આ વર્ષે જુલાઈમાં મૈથિલી ઠાકુર 25 વર્ષની થઈ. 2011 માં માત્ર 11 વર્ષની ઉંમરે મૈથિલી સંગીત ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી અને ત્યારથી આ ક્ષેત્રમાં સક્રિય છે. તાજેતરમાં, મૈથિલી ઠાકુરે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહાર સંગઠન પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય સાથે મુલાકાત કરી હતી ત્યારથી, તેના ચૂંટણી લડવાની અટકળો જોર પકડી રહી છે.

બિહારમાં ચૂંટણી ક્યારે છે ?

ચૂંટણી પંચે તાજેતરમાં બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પંચે જણાવ્યું હતું કે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે મતદાન 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર અને બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

મિથિલા ક્ષેત્રમાં તેમના વિશાળ સોશિયલ મીડિયા ચાહકો અને લોકપ્રિયતાને કારણે ભાજપ મૈથિલી ઠાકુરને તેમના પ્રચારનો ચહેરો પણ બનાવી શકે છે.