આ પ્રસંગે ભાજપના બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આ ઢંઢેરામાં કેટલાંક વચન આપવામાં આવ્યાં હતાં. જેમકે 19 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે, ત્રણ લાખ નવા શિક્ષકની ભરતી કરવામાં આવશે, 2022 સુધીમાં 30 લાખ લોકોને પાક્કાં મકાન આપશું, એક કરોડ મહિલાઓને સ્વાવલંબી બનાવશું, આઇટી સેક્ટરમાં પાંચ લાખ નવી નોકરી ઊભી કરીશું, એંજિનિયરીંગ અને મેડિકલ અભ્યાસ હિન્દી ભાષામાં કરવાની વ્યવસ્થા કરીશું.
28મી ઓક્ટોબરે બિહાર વિધાનસભાના પહેલા તબક્કાના મતદાનનો આરંભ થશે. જેમાં 71 બેઠકોનું ભાવિ નક્કી થશે.