પટનાઃ બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વીઆરએસ લઈ ચુકેલ પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય જેડીયુમાં સામેલ થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ખુદ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. આ દરમિયાન મંત્રી અશોક ચૌધરી, સાંસદ લલન યાદવ સહિત જેડીયૂના નેતા હાજર રહ્યા હતા.

ચૂંટણી મેદાનમાં ઉતરવાની અટકળો વચ્ચે વીઆરએસ લઈ ચુક્લા પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય શનિવારે સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરવાં જેડીયુ ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન પાર્ટી કાર્યાલયમાં મીડિયાની એન્ટ્રી પૂરી રીતે બેન હતી.



કોરોના કાળની વચ્ચે 25 સપ્ટેમ્બર બિહાર વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થઇ હતી. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મત નાંખી શકશે. બિહારમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે.

પહેલા તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાસભા વિસ્તારમાં મતદાન થશે, ત્રીજા તબક્કામાં 15 જિલ્લાના 78 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. પહેલા ફેઝનુ મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા તબક્કાનુ મતદાન 7 નવેમ્બરે થશે, જ્યારે મતગણતરી 10 નવેમ્બરે યોજાશે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ